Western Times News

Latest News from Gujarat India

રમતગમતો અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ સાથે નિત્યક્રમમાં મુઠ્ઠીભર બદામ ઉમેરી શકો

આ નેશનલ ડે ઓફ સ્પોર્ટસ નિમિત્તે બદામ સાથે ફિટનેસના તમારા પ્રવાસને પૂરક બનાવો!
દર વર્ષે આપણે રાષ્ટ્રના આજ સુધીના સૌથી મહાન હોકી ખેલાડી માનવામાં આવતા દંતકથા સમાન રમતવીર મેજર ધ્યાન ચંદના જોશના સન્માન અને યાદગીરીમાં રમતગમતનો રાષ્ટ્રીય દિવસ ઊજવીએ છીએ. આ દિવસ ભારતીય યુવાનોમાં રમતગમતો અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ અપનાવીને તંદુરસ્ત અને આરોગ્યવર્ધક રહેવાના મહત્ત્વને કેળવવા માટે ઊજવવામાં આવે છે.

વ્યક્તિની તંદુરસ્તીના સ્તર પ્રત્યે કેન્દ્રિત અભિગમ સાથે ઉત્તમ પોષણ, સંતુલિત આહાર અને આરોગ્યવર્ધક નાસ્તા સાથે આ નિત્યક્રમમાં પૂરક હોવું પણ તેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

ઉત્તમ પોષણ આરોગ્યવર્ધક જીવનશૈલીને માર્ગ આપે છે અને લાંબા ગાળાના આરોગ્યમાં તે નાનું રોકાણ સમાન છે. તે આહારમાં નાના પણ સુસંગત અને પ્રભાવશાળી પરિવર્તન કરીને હાંસલ કરી શકાય છે, જેમાં મુઠ્ઠીભર બદામનો ઉમેરો પણ એક છે.

રમતગમતના સમયપત્રકમાં પૂરક યોગ્ય ખાવાની જરૂર પર ભાર આપતાં દિલ્હીના મેક્સ હેલ્થકેરના ડાયેટેટિક્સના રિજનલ હેડ રિતિકા સમદ્દરે જણાવ્યું હતું કે ખાદ્ય સેવન કરાય તે પ્રમાણ, સંયોજન અને પસંદગી રમતગમતની કમગીરી પર નોંધનીય પ્રભાવ પાડી શકે છે.

રમતગમત અથવા કોઈ પણ કસકતો સાથે પોષકીય જરૂરતોને સંતુલિત કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તેનાથી સફળતા માટે પાયો રચવામાં મદદ મળે છે. મુઠ્ઠીભર બદામ વર્કઆઉટ પછીનો ઉત્તમ સ્પોર્ટ સ્નેક બને છે, કારણ કે તે ઊર્જા પે ચે અને ભૂખ સંતોષવાના ગુણ પણ ધરાવે છે. ઉપરાંત બદામમાં આરોગ્યવર્ધક ફેટ્સ હોય છે, જે શરીર માટે આવશ્યક હોય છે અને પ્રોટીનના ઉત્તમ સ્રોત છે, જે તમારા સ્પોર્ટસના નિત્યક્રમ માટે મદદરૂપ થાય છે.

પિલેટ્સ એક્સપર્ટ, આહાર અને પોષણના કન્સલ્ટન્ટ માધુરી રુઈયા અનુસાર સ્પોર્ટસ અને શારીરિક કસરતો શરીરને એકંદર વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.

જોકે તમારી શારીરિક તાલીમને મહત્તમ બનાવવા માટે આરોગ્યવર્ધક નાસ્તા સહિત સંતુલિત અને પોષક આહાર સેવન કરવાનું મહત્ત્વપૂર્ણ છે. તમારા નિત્યક્રમમાં મુઠ્ઠીભર બદામ ઉમેરી શકો છો, જે પોષક હોવા સાથે હૃદયના આરોગ્ય માટે પણ સારા છે. કિંગ્સ કોલેજ લંડન દ્વારા હાલમાં કરાયેલા સંશોધન અનુસાર રોજ બદામનો નાસ્તો કરવાથી ધમનીઓની એન્ડોથેલિયલ કામગીરી સુધરે છે અને ખરાબ એલડીએલ- કોલેસ્ટરોલ ઓછું થાય છે, જે બંને હૃદયના આરોગ્ય માટે મુખ્ય સંકેતકો છે.1

વિટાડિકારિયાંતો, લીન સ્મિથ, લુસી ફ્રાન્સિસ, મે રોબર્ટસન, એસ્લમ કુસાસલેન, મોલી ઓ-કેલેઘન- લેથમ, કેમિલી પાલાંચ, મારિયા દ એનિબેલ, ડિમિત્રા ક્રિસ્ટાડાઉલુ, નિકોલસ બાસ્તી, બ્રેન્ડન વ્હિચર, હેરિસ શુએબ, જ્યોફ્રી ચાર્લ્સડ એડવર્ડસ, ફિલિપ જે ચોવિસિક, પીટર આર એલિસ, સારાહ ઈઈ બેરી, વેન્ડી એલ હોલ, 6 સપ્તાહ સુધી આખા બદામનો નાસ્તો કરવાથી એન્ડોથેલિયલ કામગીરી સુધરે છે અને એલડીએલ કોલેસ્ટરોલ ઓછું થાય છે, પરંતુ તેનાથી આરોગ્યવર્ધક પુખ્તોમાં લિવર ફેટ અને અન્ય કાર્ડિયોમેટાબોલિક જોખમનાં પરિબળોને અસર થતી નથીઃ એટિસ અધ્યયન, અડસટ્ટે નિયંત્રિત પરીક્ષણ, ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન, nqaa100, https://doi.org/10.1093/ajcn/nqaa100.

શારીરિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવા સમયે યોગ્ય નાસ્તાની જરૂર આલેખિત કરતાં ન્યુટ્રિશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે ભારતમાં લોકો સ્પોર્ટસ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનું મહત્ત્વ વધુ ને વધુ સમજવા લાગ્યા છે. ઉપરાંત ખાસ કરીને મજબૂતી માટે ખાદ્ય અને વ્યવહારો સંબંધમાં ઈમ્યુનિટી આસપાસ વધુ રસ જાગ્યો છે. સંશોધન એવું પણ સૂચવે છે કે નિયમિત મધ્યમ ઘનતાની કસકતો ઈમ્યુનિટી મજબૂત કરી શકે છે (1). બાળકો માટે પણ આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમને હવે ઓનલાઈન ક્લાસમાં અભ્યાસ કરવો પડતો હોવાથી તેમની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ છે. આથી વાલીઓએ નિત્યક્રમ સ્થાપિત કરવાની ખાતરી રાખવી જોઈએ, જેથી બાળકો અમુક સ્પોર્ટ અથવા શારીરિક પ્રવૃત્તિમાં રોજેરોજ સંકળાય. ઉપરાંત બાળકના આહારમાં બદામ જેવા નાસ્તા ઉમેરવાથી આ નિત્યક્રમ વધુ મજબૂત બની શકે છે. બદામ ઝિંક, ફોલેટ અને લોહના સ્રોત છે, જે સર્વ પોષકો ઈમ્યુન સિસ્ટમની સામાન્ય કામગીરીમાં યોગદાન આપવા માટે જ્ઞાત છે.
કોઈ પણ સ્પોર્ટ રમવા માટે અથવા યોગ્ય ફિટનેસ નિત્યક્રમ જાળવવા માટે પણ યોગ્ય ખોરાક સાથે શરીરને મજબૂત બનાવવાનું મહત્ત્વપૂર્ણ છે. તો આ વર્ષે સારું ખાઈને તંદુરસ્ત રહેવાનું તમારું આરોગ્યનું લક્ષ્ય સ્થાપિત કરવાના શપથ લો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers