Western Times News

Latest News from Gujarat India

સુશાત કેસમાં પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં ગડબડ સામે આવી

મુંબઇ, અભિનેતા સુશાત સિંહ રાજપૂત કેસમાં હાલ સૌથી મોટા સમાચાર એ છે કે સુશાંતના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં ગડબડી થઈ છે. ડ્રગ્સ સંબંધિત કેસના એક્સપર્ટ ડોક્ટર્સને ટાંકીને એક ખાનગી ટીવીએ કહ્યું હતું કે કોકીન અને એમડી જેવા ડ્રગ્સના સબ્સટેન્સ હ્યુમન બોડીમાં માત્ર બે- ત્રણ દિવસ સુધી મળી આવે છે પરંતું ચરસ અને ગાંજા જેવા ડ્રગ્સના સબ્સ્ટન્સ હ્યુમન બોડીમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી મળી આવે છે.

સુશાંત સિંહ રાજપૂતના કૂક નીરજે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે સુશાતને ૬ દિવસ પહેલા ડ્રગ્સ અપાયું ર્હંતું અને રિયા ચક્રવર્તીની ચેટ ડીટેલ્સથી પણ ખુલાસો થઈ રહ્યો છે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે જો સુશાતે ખરેખર મોતના ૬ દિવસ પહેલા જ ડ્રગ્સ લીધુ ર્હંતું બીજા દિવસે એટલે કે ડ્રગ્સ કન્ઝ્‌યુમ કર્યું તેના સુસાઈમા દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ૮માં દિવસે ફોરેન્સિક તપાસ રિપોર્ટમાં ડ્રગ્સ સબ્સસ્ટન્સ હોવાની વાત સામે આવી કેમ નહીં ?

સીબીઆઈ મુંબઈ પોલીસના તપાસ અધિકારીઓ પાસેથી જાણવા માંગે છે કે શું ફોરેન્સિક તપાસમાં ગડબડી કરાઈ ? શું મુંબઈ પોલીસે આ એંગલને જાણી જોઈને છૂપાવ્યો? આખરે આ તથ્ય છૂપાવવા પાછળ કારણ શું હોઈ શકે? જો કે પોલીસ અધિકારી હજુ સુધી સીબીઆઈની સામે આવ્યાં નથી. કદાચ આ જ કારણસર સીબીઆઈની ટીમ કૂપર હોસ્પિટલના વારંવાર ચક્કર લગાવી રહી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers