Western Times News

Latest News from Gujarat India

રસ્તા પરના ખાડાઓ પુરવાનું AMCનું સ્માર્ટ અભિયાન

અમદાવાદના સાત ઝોનમાં સ્માર્ટ થીગડા વર્ક શરૂ-હવે મહાનગર પાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ ચાલુ કર્યુ છે
અમદાવાદ, અમદાવાદમાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કરાણે રસ્તા તૂટી જતાં તંત્રની પોલ આવર્ષે પણ ખુલી ગઈ છે. તેવામાં હવે મહાપાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ ચાલુ કર્યુ છે. શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશને રીસરફેસિંગના નામે રસ્તા પર થીગડા મારવાનું શરૂ કર્યુ છે.

અમદાવાદ મહાનગરપાલિકા AMC દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીને લઈને મસમોટા પ્લાનિંગ કરે છે, પરંતુ આ તમામ પ્લાનિંગ કાગળ પર જ રહી જાય છે. આ વર્ષે પણ વરસાદ બાદ શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયાં છે. ખાસ કરીને આ વખતે જે બોપલ ઘુમા નગરપાલિકાનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે, તે વિસ્તારોની હાલત તો અત્યંત ખરાબ જોવા મળી રહી છે.

જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. લોકો દ્વારા પણ કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ફક્ત થીગડાં મારવામાં આવી રહ્યાં છે. લોકોમાં આ વર્ષે રોષ ચરમસીમાએ છે, એ વાતને લઇને છે કે વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલી સામે ખાતરી મળતી હોય છે કે, ખાડા વગરના રોડ કોર્પોરેશનની જવાબદારી હોય છે. ખાડાખૈયાવાળા રસ્તાઓના કારણે ઘણાં વાહનચાલકો પછડાય છે કે, અક્સમાતનો ભોગ બને છે અને કેટલાક કોર્ટકેસ પણ કરતાં હોય છે.

કોર્પોરેશન દ્વારા તૂટેલા રસ્તા પર થીગડાં મારવાનું કામ શરૂ કરાયુંકોર્પોરેશન દ્વારા તૂટેલા રસ્તા પર થીગડાં મારવાનું કામ શરૂ કરાયુંસીએમ ઓફિસથી ખાડા પૂરવાના આદેશ છૂટ્યાં બાદ અમદાવાદ કોર્પોરેશનના તમામ ઝોનના સિટી ઈજનેરોને ખાડા પૂરી દેવા કામે લગાડવામાં આવ્યાં છે, ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ એક દિવસમાં ૭૦૦ જેટલા ખાડા પૂરવામાં આવ્યાં છે અને આ કામગીરી લગભગ ૨,૦૦૦થી વધુ ખાડા પૂરવા સુધી ચાલુ રહેશે. વાહનોની અવરજવર થઈ શકે તે રીતે ખાડા પૂરવામાં આવ્યાં હોવા છતાં જો ફરી વરસાદ આવે તો ઠેરના ઠેર જેવી સ્થિતિ સર્જાવાની આ ખાડાઓ પૂરવાનું કામકાજ જોઇને શક્યતા વર્તાઈ રહી છે. SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers