Western Times News

Gujarati News

વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ચાંદખેડા ખાતે “સમર ઇનોવેશન બુટકેમ્પ”

ભુલકાઓની ક્રિએટીવીટીની કમાલ

વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ચાંદખેડાએ પ્રાયોગિક આધારિત લર્નિંગ (પીબીએલ) પર ધ્યાન કેન્દ્રિત કરતી તેના પાયાના પ્રયોગશાળાઓ, વર્ગખંડ અને વર્કશોપમાં શીખવાની ઉત્તેજના લાવવાની પ્રક્રિયાને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે.

શાળામાંથી વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ અને પ્રોબ્લેમ સોલ્વીંગ અભિગમ લાવવા માટે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ચાંદખેડાખાતે રાજ્ય સરકારની ઇનોવેશન પોલિસી એસએસ આઈપી અંતર્ગત વીજીઈસીમાં ડો. વિક્રમ સારાભાઈ ઓડિટોરિયમમાં ધો. ૫ થી ધો.૧૨ના વિધાર્થીઓ માટે પાંચ દિવસીય  ૩ જૂન થી ૭ જૂન, ૨૦૧૯)  “સમર ઇનોવેશન બુટકેમ્પ”  આયોજન કરેલ છે. આ “સમર ઇનોવેશન બુટકેમ્પ” પ્રોગ્રામમાં  અમદાવાદ ની ૨૦થી વધુ પ્રખ્યાત  સ્કુલોના  ૫૦ બાળકો એ  ભાગ લીધો  છે.

આ કાર્યકમ માં માર્ગદર્શન આપવા નિરમા યુનીવર્સીટી નાં મીકેનીકલ વિભાગ નાં પ્રાધ્યાપક શ્રી અથ સિંઘલ, નિરમા યુનીવર્સીટી નાં કોમ્યુટર વિભાગ નાં પ્રાધ્યાપક કુ.રીચા મિશ્રા, જીટીયુ ઓપન ડીઝાઇન સ્કુલ નાં પ્રાધ્યાપક પ્રો. કરમજીતસિંહ બિહોલા, વિજિઈસીનાંસિવિલ વિભાગ નાં વડા અને પ્રોફેસર ડો. પ્રદીપ લોઢા , ડો. ફેમિના પટેલ, એસએસઆઈપી કોઓર્ડીનેટર વિજિઈસી અને વિજીઈસી નાં આચાર્યા ડો. રાજુલ ગજ્જર પધાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.