Western Times News

Gujarati News

વોડાફોન-આઇડિયા હવે ‘VI’ તરીકે ઓળખાશે, કંપનીએ નવો લોગો લોન્ચ કર્યો

નવી દિલ્હી, પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુક્ત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ ‘Vi’ બદલી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.

વોડાફોન-આઇડિયાને હવે નવી ઓળખ મળી છે. વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને VI કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે. તમે પણ જુઓ આ નવી બ્રાન્ડનો નવો લોગો.વોડાફોન ઇન્ડિયા લિમિટેડ હવે VI બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે VI નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે 4Gની સાથે કંપની પાસે 5G  રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4G કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે એમ પણ કહ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.