Western Times News

Gujarati News

પાર્ટીમાંથી બરતરફ નવ કોંગ્રેસીઓએ સોનિયાને પત્ર લખ્યો, પરિવારના મોહથી ઉપર ઉઠો

ઇતિહાસમાં અનેકવાર પરાજયનો સામનો કરવો પડયો પરંતુ કોંગ્રેસ કાર્યકર્તા કયારેય પણ તેનાથી નિરાશા અને હતાશ થયા નથી જેટલા તેઓ આજે છે.

લખનૌ, યુપી કોંગ્રેસમાંથી બરતરફ પાર્ટીના નવ દિગ્ગજ નેતાઓએના સમૂહે કહ્યું છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના મોહથી ઉપર ઉઠો અને પાર્ટીને અભિવ્યક્તિના સ્વતંત્રતા બંધારણીય અને લોકતંત્રિક મૂલ્યોની સાથે ચલાવો આમ નહીં કરવામાં આવે તો ફકત તેમના મહાન પૂર્વજાેના પ્રતાપ ધૂળમાં મળી જશે એટલું જ નહીં પાર્ટી પણ ઇતિહાસ બની જશે
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટિ યુપીસીસીના અધ્યક્ષની શિસ્ત સમિતિએ ૬૫ વર્ષથી ઉપરના ૧૦ વરિષ્ઠ નેતાઓના સમૂહે ગત ૧૭ નવેમ્બરે પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા તેમના પર ૧૪ નવેમ્બરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મ દિવસ પ્રસંગ પર લખનૌમાં અલગ કાર્યક્રમ આયોજીત કરવાનો આરોપ હતો તેમાંથી એક સત્યદેવ ત્રિપાઠીએ કહ્યું કે આપણા બધા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂરક્વ મંત્રી સાંસદ ધારાસભ્ય અને પાર્ટીની વિવિધ પ્રદેશ એકમોમાં ઉચ્ચ પદાધિકારીઓ છે અમે અખિલ ભારતીય કોંગ્રેસ સમિટીના સભ્ય છીએ આથી ફકત એઆઇસીસી જ આપણને બરતરફ કરી શકે છે નહીં કે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિ.

જાે કે પ્રદેશ કમિટીએ પૂર્વ મંત્રી રામકૃષ્ણ દ્વિવેદીનું બરતરફી તેમના નિધનના કેટલાક દિવસ પહેલા રદ કરી દેવામાં આવ્યું નવ નેતા પૂર્વ સાંસદ સંતોષ સિંહ પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી પૂર્વ ધારાસભ્ય વિનોદ ચૌધરી રાજેન્દ્ર સિંહ સોલંકી સિરાજ મેહંદી મધુર નારાયણ મિશ્રા નેકચંદ પાંડેય પૂર્વ યુવક કોંગ્રેસ અધ્યક્ષ સ્વયં પ્રકાશ ગોસ્વામી અને યુપી કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સંજીવ સિંહે બે સપ્ટેમ્બરે સોનિયા ગાંધીના નામે ચાર પાનાનો એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં નેતાઓના આ સમૂહે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરૂ અને ત્યારબાદ ઇદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ લોકતંત્રિક મૂલ્યો અને આદર્શો પર ચાલતા કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રનું નિર્માણ કર્યું તમે પણ એજ મૂલ્યોને અપનાવ્યા કોંગ્રેસે તમારા નેતૃત્વમાં જે હાંસલ કર્યું છે તેમાં કોઇ પણ ઇન્કાર કરી શકે નહીં પરંતુ એ વિડંબના છે કે પાર્ટી હવે જે રીતે ચાલી રહી છે કે ચલાવવામાં આવી રહી છે તેમાં કાર્યકરોની વચ્ચે એક પ્રકારની ભ્રમ અને સંવાદહીનતાની સ્થિતિ થઇ રહી છે પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ઇતિહાસમાં અનેકવાર પરાજયનો સામનો કરવો પડયો પરંતુ કોંગ્રેસ કાર્યકર્તા કયારેય પણ તેનાથી નિરાશા અને હતાશ થયા નથી જેટલા તેઓ આજે છે.

આ પાર્ટી માટે વિચારણીય પ્રશ્ન છે કે જો પાર્ટીના પ્રાથમિક સભ્ય સુધી નથી તે પાર્ટીના પ્રદેશ મુખ્ય કાર્યાલયો પર આર્થિક પેકેજ (વેતન)ની સાથે કામ કરી રહ્યાં છે આ લોકો આજે સમર્પિત અને સંકલ્પિત નેતાઓની વફાદારીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે જેમણે ૧૯૭૭૮૦ના દૌરથી પાર્ટીની લડાઇ લડી અને લોકસભા વિધાનસભામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા મહત્વપૂર્ણ જવાબદારીઓને સંભાળી આવા જ નેતાઓના દબાણમાં પાર્ટીના ૧૦ નેતાઓને બિલકુલ અલોકતાંત્રિક ગેરબંધારણીય અને અન્યાયપૂર્ણ રીતે રાતોરોત બરતરફ કરી દેવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.