Western Times News

Gujarati News

તાલુકા વિકાસ અધિકારી સામે પુત્રવધૂની ત્રાસની ફરિયાદ

સંતાન નહીં હોવાના કારણે સળગાવવાનો પ્રયાસ-શૌચાલય કૌભાંડમાં પકડાયેલા સસરાને છોડાવવા ૩ લાખ રૂપિયા માગ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો
ડીસા, ડીસાના તાલુકા વિકાસ અધિકારી સહિત સાસરિયાએ પુત્રવધુને સળગાવાનો પ્રયાસ કરતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહી, દહેજ પેટે પુત્રવધૂ પાસેથી ૨૯ લાખ રૂપિયા પડાવ્યા હોવા છતા વધુ પૈસાની માગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

શાહીબાગમાં રહેતી અને ખાનગી બેંકમાં નોકરી કરતી વિશ્વાસ ડગલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ કરણ ડગલા, સસરા ચંદુજી (ડીસા તાલુકા વિકાસ અધિકારી) સાસુ સુશિલા, નણદ પૂનમ, માસી સાસુ મધુબહેન અને માસાજી બાબુલાલ સામે ઘરેલું હિંસા, સળગાવવાનો પ્રયાસ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

એટલું જ નહીં, મહિલાએ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, વર્ષ ૨૦૧૪માં સસરા ચંદુજી ડીસા વિકાસ અધિકારી શૌચાલય કૌભાંડમાં પકડાયા હતા, ત્યારે પણ સસરાની ધરપકડ થશે તો લગ્નજીવન પર અસર પડશે તેવું કહીને ૩ લાખ પડાવ્યા હતા. ફરિયાદ મુજબ ૨૦૧૭માં તાલુકા વિકાસ અધિકારી સસરાની ધરપકડ થઈ હતી ત્યારે સાસરિયા પક્ષ કહેતા હતા કે વિશ્વાસને કારણે જ સસરાની ધરપકડ થઈ છે તેવું કહીને તેના પર ત્રાસ ગુજારતા હતા અને મારઝૂડ પણ કરતા હતા.

ત્યારબાદ સસરાને છોડાવવા માટે પૈસા પરત આપીશું કહીને ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, પરિણિતાને સંતાન નથી તેવું કહીને પણ તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પતિ કરણને દિલ્હી પરીક્ષા આપવા જવું હોવાને કારણે વિશ્વાસ ૧૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ ઈન્શ્યોરન્સ માટે દોઢ લાખ રૂપિયા લીધા હતા.

આમ ટૂકડે-ટૂકડે ૩ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ અને દોઢ લાખ મળી કુલ ૨૯.૫૦ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો વિશ્વાસે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. બાદમાં પતિને હોટલ કરવી હોવાથી ૨૦ લાખ માગ્યા હતા જોકે તેને પૈસા આપવાની ના પાડતા ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી કંટાલીને છેલ્લે પરિણિતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.