Western Times News

Gujarati News

સ્તન કેન્સર વારસાગત છે? -શું કરવું જોઈએ

Mo No. 9825009241

ભારતમાં હજારો સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરથી પીડાય છે. જીવનશૈલી બદલવાથી મેનોપોઝ પછી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર વધુ પ્રમાણમાં જાવા મળે છે. બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓમાં જાવા મળતું બીજા નંબરનું કેન્સર છે. ડબલ્યુએચઓ મુજબ બ્રેસ્ટ કેન્સરને લીધએ ૨૦૦૨ સુધીમાં પાંચ લાખથી વધુ સ્ત્રીઓમાં મરણનું પ્રમાણ હોઈ શકે. જેમાં ૧૧૫ ભાગ ભારત વર્ષમાં છે. આ કેન્સર થવાનું જાખમ ઉંમર સાથે વધે છે. ચારમાંથી ત્રણ સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર મેનોપોઝ (૨જા નિવૃત્તિ) પછી  જોવા મળે છે.

બ્રેસ્ટના લક્ષમમાં સ્હેજ પણ ફેરફાર થવાથી ખૂબજ ભય, ગભરાટ અને દહેશત સ્ત્રીઓમાં હવે જોવા મળે છે. સામાન્ય રીતે ખેડૂતો બ્રેસ્ટ કેન્સર વિશેની માહિતી ખૂબ ઓછી હોવી અને બ્રેસ્ટ કેન્સર નિદાન ઘણા કેસોમાં ખોટું નિવડે છે. કારણ કે સ્તનમાં કઠણ મટીરીયલ જેમ કે હાડકું હોતુ નથી જેની રેડીયોગ્રાફી એક્સ-રે લેવો ખૂબ જ મુશ્કેલ છે. સ્તનમાં સામાન્ય એક્સ રેના કિરણોથી કેન્સરનું પ્રમાણ જોઈ શકાતું નથી. પરંતુ આજકાલ નવી ટેકનોલોજી આવે છે. જેવી કે મેમોગ્રાફી જેમા જુદા-જુદા એંગલથી બ્રેસ્ટનો એક્સ રે લેવામાં આવે છે જેમાં બ્રેસ્ટને મશીનથી દબાવવામાં આવે છે.

બ્રેસ્ટ કેન્સરનું ખાસ લક્ષણ એ છે કે બ્રેસ્ટમાં ગાંઠ સોજા જેવું જણાય છે. જેમાં માસિક દરમ્યાન તેની સાઈઝમાં ફેરફાર થતો નથી તથા દુખાવો થતો નથી. સાથો સાથ બ્રેસ્ટની નીપલમાંથી સ્ત્રાવ થાય છે. નીપલ અંદર તરફ ખેંચાય છે. બ્રેસ્ટની ચામડી ઉપર સંતરાના છાલ જેવું “ડિમ્પલ” પડવું.

બધી ગાંઠોમાંથી ૮૦ ટકા જેટલી ગાંઠો કેન્સર ગ્રસ્ત હોતી નથી. જે નાની પોચી ગાંઠો કે જેમાં પ્રવાહી ભરેલું હોય છે. જેથી ગભરાવવાની જરૂર નથી પણ કોઈપણ પ્રકારની ગાંઠ કેન્સરગ્રસ્ત માલુમ પડે તો મટવાની શક્યતા ૨૦ વર્ષ સુધી ૧૩ ટકા હોય તેમ છતાં ઘણા એવા કેસ હોય છે. જેઓ પહેલાં સ્ટેજમાં જ બ્રેસ્ટ કઢાવી નંખાવે છે. પણ આમ કરવાથી મોટાભાગના કેસમાં કેન્સર પાછુ થાય છે.

આમ જોવા જઈએ તો આમાંથી ફક્ત ૧૫ ટકા કેસમાં વારસાગત રીતે મળેલા જીમ્સ જેવા કે બીઆરસીએ-૧ અને બીઆરસીએ-૨ શોધાયેલાં છે. જે દર ૩૦૦ સ્ત્રીએ એ-૩માં જોવા મળે છે. આ જીન બ્રેસ્ટ કેન્સર બધી ઉંમરની સ્ત્રીઓનાં ગ્રુપમાં ૪ ટકા હોય જેમાં ચાલીસની ઉંમર પહેલાં તેનું નિદાન થાય છે. જે સ્ત્રીઓ આ જીન ધરાવે છે. તેઓને ૮૫ ટકા બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા એંસી વર્ષની ઉંમર સુધીમાં રહે છે. તદઉપરાંત વાતાવરણ લક્ષી જેવા કે ખોરાક અને જીવનશૈલીમાં પણ બ્રેસ્ટ કેન્સર થવામાં પોતાનું યોગદાન રહેલું છે. જે સ્ત્રીની માતા અથવા બહેનને એક સ્તનમાં કેન્સર રહેલું હોય તે સ્ત્રીને કેન્સર થવાની શક્યતા હોય છે અને તેઓના કુટુંબમાં કોઈને પણ બે સ્તનમાં કેન્સર હોય તો તે સ્ત્રીને કેન્સર થવાની શક્યતા ડબલ થઈ જાય છે.

સ્ત્રી હોર્માેન જેવા કે ઈસ્ટ્રોજનનો બ્રેસ્ટ કેસર સાથે સીધો સંબંધ છે. તે વાત જાહેર છે કે જે સ્ત્રીમાં વહેલું મેનોપોઝ થાય છે. (એટલે કે માસિકનો સ્ત્રાવ બંધ થાય છે) તેવી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા નહિવત છે. ૧૧ વર્ષથી ઓછી ઉંમરથી માસિક ચાલુ થવું તથા પંચાવન વર્ષની ઉંમર પછી માસિકનો સ્ત્રાવ બંધ થયો તેઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની વધુ શક્યતા રહેલી છે.

તેજ પ્રમાણે મોટી ઉંમરે ગર્ભધારણ કરનારને પણ એ જાણવું અગત્યનું છે કે બ્રેસ્ટ કેન્સરની વધુ શક્યતા એમાં નથી કે તમારું પહેલું બાળક તમારી કેટલી ઉંમરે જન્મ્યું પરંતુ તમારી છેલ્લી પ્રેગનન્સી કેટલી ઉંમરે થઇ તે અગત્યનું છે. હોર્માેનના આધારે જાઈએ તો આજકાલ એચઆરટી હોર્માેન રીપ્લેસમેન્ટ થેરાપી અથવા ગર્ભનિરોધક ગોળીઓ વિગેરેના સેવનથી બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ જાવા મળે છે. દસ વર્ષથી વધુ જે નાની ઉંમરની †ીએ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કર્યાે હોય તેમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતાઓ વધે છે.

બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામીનેશન (BSE)
એક મોટા અરીસાની સામે બેસવું કે ઉભા રહેવું અને બંને હાથ બાજુ પર રાખવા બંને સ્તનની સાઈઝ જાવી સરખાવવી એક સ્તન બીજા કરતા નીચું હોવું, નીપલ અંદર તરફ હોવી. અથવા સંતરાના છાલ જેવો આકાર સ્તનની ચામડી ઉપર હોવા વિગેરે ફેરફારો જાવા. એક પછી એક હાથ ઉંચો કરો માથા ઉપર મૂકવો અને ડીમ્પલીંગ (બ્રેસ્ટની ચામડી અંદર તરફ ખેંંચાય) માટે જાવું બંને હાથ એક સાથે ઉંચા કરી માથા ઉપર મૂકવા અને નીપલને જાવી બંને નીપલ ઉપર તરફ સરખા અંતરે હોવી જાઈએ જમણા સ્તનની તપાસ કરવા માટે આરામથી સૂઈ જવું.

જમણો હાથ માથા પાછળ મૂકવો ડાબા હાથની વચ્ચે ત્રણ આંગળીઓથી જમણા સ્તનને દબાવી તપાસ કરવી પહેલાં સ્તનની નીચેની તરફ પછી સાઈડ તરફ અને પછી બગલ તરફ તપાસ કરવી અને છેલ્લે વચ્ચે નીપલ તરફ આમા સ્તનની ઉપર પ્રમાણે તપાસ કર્યા બાદ બગલમાં તથા ગળાની નીચેના ભાગમાં કોઈપણ પ્રકારની ગાંઠ અથવા સોજા નથી તે તપાસવું એજ પ્રમાણે ડાબા સ્તન માટે કરવું.

સ્ત્રીઓએ શું કરવું જાઈએ
નિયમિત બ્રેસ્ટની સેલ્ફ તપાસ દર મહિને કરવી. દર વર્ષે મેમોગ્રાફ કરવો અને પચાસની ઉંમર પછી દર વર્ષે ડોકટરી-વૈદ્યકીય તપાસ કરાવવી જે સ્ત્રીઓને માસિક ચાલુ હોય તેઓએ માસિકના પાંચમા દિવસથી આઠમાં દિવસ દરમ્યાન (બીએસઈ) દર ઉપર જણાવ્યાં પ્રમાણે દર મહિને કરવું. જેથી કરીને બ્રેસ્ટનો દુખાવો તથા એવી નાની ગાંઠ થતી અટકે છે. જે સામાન્ય રીતે માસિક સ્ત્રાવ વખતે મોટેભાગેની સ્ત્રીઓમાં જોવા મળે છે.

– બાળકને સ્તનપાન કરાવવું જરૂરી છે જા ઘણા મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવે તો સ્તન કેન્સરની શક્યતા ઓછી થઈ જાય છે. – રેસાવાળા ફળ, શાકભાજી, ઉગાડેલા જ્વારા, ફણગાવેલા કઠોળ, સોયાબીન વિગેરેનું ખોરાકમાં નિયમિત સેવન કરવાથી તેઓ એન્ટી એજન્ટ તરીકેનું કામ કરે છે. બ્રેસ્ટ કેન્સરના આ અલગ સ્ટેજ હોય છે. જે સ્ત્રીમાં કેન્સરનું પહેલું અથવા બીજું સ્ટેજ હોય તે પ્રમાણે નિદાન ચિકિત્સા આપણા આયુર્વેદના બહોળા અનુભવથી પક્ષ ઉપર જણાવેલ ટેકનીકોની ઉપયોગીતાના સમાવેશ સાથે પણ થઇ શકે છે.

આયુર્વેદ પદ્ધતિથી ઔષધો ઉપચાર વિગેરે પણ ચિકિત્સા ઉપલબ્ધ છે. આયુર્વેદમાં કિશોર ગુગળ, કાંચનાર ગૂગળ તથા કાંચનાર કવાથનો ઉપયોગ થાય છે. સાદી ગાંઠ કે સોજા હોય તો તેમાં ચોક્કસ ફાયદો થાય છે.
ડો.શ્રીરામ જી.વૈદ્ય (૯૮૨૫૦૦૯૨૪૧)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.