Western Times News

Gujarati News

ગુજરાત લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨ B1 અને B2ની ઇન્ટસ્ટોલેશન સેરેમની યોજાઇ

આ સેરેમનીમાં ૨૦૧૯-૨૦૨૦માં લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરેશનલ ડિસ્ટ્રીક દ્વારા થનારી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લઇને થઇ વાતચીત
અમદાવાદ ,ગુજરાત લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨ મ્૧અને મ્૨ ઇન્ટસ્ટોલેશન સેરેમનીનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ૨૦૧૯-૨૦૨૦ના ડિસ્ટ્રીક્ટ ગર્વનર તરીકે લા.દિપક ત્રિવેદી અને લા.મણીભાઇ પટેલને તેમની ટીમના ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગર્વર લા.હરેન્દ્રભાઇ શુક્લ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે યુ.એસના ઇન્ટરનેશનલ સેકેન્ડ વાઇસ પ્રેસિડન્ટ બ્રિયાન.ઇ.સિહાન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઇન્ટરનેશનલ ડિરેક્ટર કાઝી અકમર ઉદ્દીન અહેમદ, ભૂતપૂર્વ ઇન્ટરનેશલ ડિરેક્ટર અને ઇન્ટરનેશનલ થર્ડ વાઇસ પ્રેસિડન્ટ એન્ડ્રોર્સી હાજર રહ્યા હતા. આ ઉપરાંત લા.પ્રવિણભાઇ છાજડ તેમજ કિ-નોટ સ્પીકર તરીકે સુહેલ સેઠ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે યુ.એસના ઇન્ટરનેશનલ સેકેન્ડ વાઇસ પ્રેસિડન્ટ બ્રિયાન.ઇ.સિહાને કહ્યું કે, ક્લબ હંમેશા તેના તમામ મેમ્બર્સની વાત સાંભળે છે અને હંમેશા કંઇક નવું કરવાનું વિચારે છે. આ ક્લબ કોઇ પૈસા માટે કે પછી વ્યક્તિના વિકાસ માટે નહીં પણ એક સેવાકિય પ્રવૃત્તિ માટે કામ કરે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા છે. આ સંસ્થા વિશ્વના ૨૧૦ દેશોમાં ફેલાયેલી છે, જે ૧૪.૫૦ લાખ મેમ્બરશિપ ધરાવે છે.

 

લા.પ્રવિણભાઇએ ૨૦૧૯-૨૦૨૦માં લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરેશનલ ડિસ્ટ્રીક દ્વારા થનારી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લઇને વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ૧૩૮ ક્લબ્સના અંદાજિત ૧૧,૦૦૦ સભ્યો દ્વારા ડાયાબિટિસ રોગ માટે ૩ વર્ષમાં ૧૦ લાખ દર્દીઓની ફી તપાસ કરાવવી મફત દવા અને રોગ નિયંત્રણ માટે સહાય કરશે. ૧૪ નવેમ્બર ડાયાબિટિસ ડે નિમિત્તે રેલી અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો જેમ કે એક લાખ વૃક્ષા રોપણ, ધ્રૂમપાન નિયંત્રણ માટે ચેકઅપ અને જનજાગૃત્તિ સેમિનારનું પણ આયોજન કરાશે. આ સાથે ચાઇલ્ડ કેન્સર જનજાગૃત્તિ માટે રેલી, સેમિનાર અને ચાઇલ્ડ કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવશે. જ્યારે આંખના કેમ્પનું આયોજન કરીને ૫૦૦૦થી વધુ મોતિયાના દર્દીને કર્ણાવતી હોસ્પિટલમાં ફ્રી સારવાર કરાવવામાં આવશે. આ ઉપરાંત કર્ણાવતી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ કરીને ૫૦૦૦ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.