Western Times News

Gujarati News

ચુંટણી પહેલા બિહારને મોદીની ૨૯૪ કરોડ રૂપિયાની યોજનાની ભેટ

પટણા, બિહારને મત્સ્ય પશુપાલન અને કૃષિ વિભાગથી જાેડાયેલ ૨૯૪.૫૩ કરોડની યોજનાઓની ભેટ મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે યોજનાઓ ઉદ્‌ધાટન અને શિલાન્યાસ કર્યા આ દરમિયાન વડાપ્રધાન મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૧૦૭ કરોડના ખર્ચની પરિયોજનાનો શુભારંભની જાહેરાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ૫ કરોડના ખર્ચથી સીતામઢીના ડુમરામાં બખરી માછલી બીજ ફાર્મ,૧૦ કરોડના કિશનગંજના મત્સ્ય પાલન કોલેજ અને પટણા ખાતે બિહાર પશુ વિજ્ઞત્રાન વિશ્વ વિદ્યાલયમાં જલીય રેફરલ પ્રયોગશાળાનું ઉદ્‌ધાટન કર્યું પટણાના મસૌઢીનું ૨ કરોડનું ફિશ ઓન વ્હીલ્સ, મધેપુરાનું એક કરોડનું મત્સ્ય ચારા મીલ,૨.૮૭ કરોડનું કૃષિ વિશ્વ વિદ્યાલય પૂસાનું સંમેકિત માત્સ્યિકી ઉત્પાદન પ્રૌદ્યોગિકી કેન્દ્રનું ઉદ્‌ધાટન કર્યું.

જયારે ૮૪.૨૭ કરોડના ખર્ચે બનેલ પૂર્ણિયા સીમેન સ્ટેશન ૮.૦૬ કરોડ પટણામાં ઇબ્રયો ટ્રાંસફર ટેકનોલોજી અને આઇવીએફ લૈબ ૨.૧૩ કરોડનો બેગુસરાય ખગડિયા સમસ્તીપુર નાલંદા અને ગયામાં તૈયાર સેકસ સાર્ટેડ સીમેન પરિયોજનાનો શુભરંભ કર્યો તેમણે કૃષિ વિવિ સમસ્તીપુરના ૧૧ કરોડથી બનાવેલ સ્કુલ ઓફ એગ્રીબિઝિનેસ એન્ડ રૂરલ મેનેજમેંજના ભવનનું ઉદ્‌ધાટન ૨૭ કરોડના બોઇઝ હોસ્ટેલ ૨૫ કરોડના સ્ટેડિયમ અને ૧૧ કરોડના ઇટરનેશનલ ગેસ્ટ હાઇસનો શિલાન્યાસ કર્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.