Western Times News

Latest News from Gujarat

પશ્ચિમ બંગાળમાં ત્રિકોણીય ચુંટણી જંગ યોજાય તેવી સંભાવના

નવીદિલ્હી, સંસદ જ નહીં રાજકીય ગોલબંધીના હિસાબથી વિરોધ પક્ષની એકતાની લાંબા સમયથી કસરત કરી રહેલ કોંગ્રેસે અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળના અધ્યક્ષ બનાવી ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને રાજકરીય રીતે અસહજ કરવાની પૃષ્ઠભૂમિ તૈયારકરી દીધે છે. બંગાળની રાજનીતિમાં મમતાના સૌથી મુખ્ય વિરોૅધીઓમાં ગણાતા અઘીરના હાથમાં પાર્ટીનું સુકાન સોંપવું એ લગભગ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સ્તર પર મજબુત વિરોધ પક્ષ હોલબંધી બનાવવાના પ્રયાસોને ફરીથી મજબુત બનાવવા હવે મુશ્કેલ રહેશે.

લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાના મહત્વપૂર્ણ પદ છતા અધીરને બંગાળ કોંગ્રેસનું સુકાન સોંપવુ પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયથી એ સ્પષ્ટ છે કે આગામી વર્ષ યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પોતાની રાજનીતિ બચાવવા માટે પુરી તાકાત લગાવી દેશે કોગ્રેસની આ રણનીતિ સ્વાભાવિક રીતે મમતા બેનર્જીને સૌથી વધુ નુકસાન પહોંચી શકે છે રાજયમાં ભાજપના મજબુત પડકારને ધ્યાનમાં રાખી ભાજપ વિરોધી મત બેંકમાં એક સીમાથી વધુ વિખરાવ ટીએમસીના ચુંટણી આરોગ્ય માટે યોગ્ય આંકી શકાય નહીં ગત લોકસભા ચુંટણીમાં ભાજપે બંગાળમાં જે રીતે ૧૮ લોકસભા બેઠકો જીતી રાજનીતિક નિષ્ણાંતોને આશ્ચર્યમાં પાડી દીધા હતાં ત્યારબાદથી મમતા બેનર્જી રાજયમાં પોતાની રાજનીતિ જમીન બચાવવાની કસરત તેજ કરી રહ્યાં છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

બંગાળમાં ભાજપના આ પડકારને જાેતા કોંગ્રેસ અને ટીએમસીના કેટલાક નેતાઓએ તો લોકસભા ચુંટણી બાદ બંન્ને પાર્ટીઓની વચ્ચે મજબુત ગઠબંધનની વકાલત કરી હતી જાે કે અધીર રંજન ચૌધરી સહિત પાર્ટીના મોટા જુથે તેનો વિરોધ કર્યો હતો હવે મમતાની વિરૂધ્ધ પોતાની રાજનીતિક જંગને વધુ તેજ કરશે દીદીની વિરૂધ્ધ અઘીર ને સોંપવામાં આવ્યા બાદ એ પણ લગભગ નક્કી છે કે રાજયમાં કોંગ્રેસ અને ડાબેરી વચ્ચે ચુંટણી ગઠબંધન થશે આ સાથે સ્પષ્ટ થઇ ગયું છે કે બંગાળ ચુંટણી મમતા ભાજપની લડાઇને કોંગ્રેસ ડાબેરી ત્રિકોણીય બનાવવાની પુરી પ્રયાસ કરશે જેથષી નુકસાન ટીએમસીને થઇ શકે.HS