Western Times News

Gujarati News

વાયુસેનામાં રાફેલની એન્ટ્રી થતાં એમ.એસ.ધોની ખુશ થઇ ગયો

નવીદિલ્હી, ભારતીય વાયુસેના માટે ગુરૂવાર એક અતિહાસિક દિવસ રહ્યો ફ્રાંસથી ખરીદવામાં આવેલ પાંચેય રાફેલ લડાકુ વિમાનોના ઔપચારિકતા રીતે વાયુસેનામાં સામેલ થવાની સાથે જ આકાસમાં તેની શક્તિમાં જબરજસ્ત વધારો થઇ ગયો આ દરમિયાન અંબાલા એયરબેસ પર રાફેલના ઇડકશન સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનીસાથે ફ્રાંસના રક્ષા મંત્રી ફલોરેંસ પાર્લી પણ હાજર હતાં આ ખાસ પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહે પણ ખુશી વ્યકત કરતા અભિનંદન આપ્યા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ધોનીએ ટ્‌વીટ કરી કહ્યું વાયુ સેનાના ગોલ્ડ એરો સ્કવાડ્રનમિાં રાફેલ સામેલ થવા પર અભિનંદન અમને આશા છે કે રાફેલ મિરાજ ૨૦૦૦ની પાછળ છોડી દેશે પરંતુ સુખોઇ મારૂ હજુ પણ પસંદગીનું છે અને હવે જવાનોને ડોગફાઇટ માટે એક અન્ય નવું લક્ષ્ય મળી ગયું છે. ધોનીએ એક અન્ય ટ્‌વીટ કરી લખ્યું જંગમાં ખુદને સાબિત કરી ચુકેલ દુનિયાના સર્વશ્રેષ્ઠ ૪.૫ જનરેશનના લડાકુ વિમાનોના સામેલ થવાની સાથે જ તેમણે દુનિયાના સૌથી સારા ફાઇટર પાયલોટ પણ મળી ગયા છે આપણી કાબેલિયત પાયલટોના હાથો અને ભારતીય વાયુસેના ઉપરાંત વિમાનોની વચ્ચે આ વિમાનની શક્તિને વધુ વધારશે
એ યાદ રહે કે ધોનીને સેનામાં લેફિનેંટ કર્નલ પદ પર માનદ ઉપાધિ આપવામાં આવી છે આ ઉપરાંત ૨૦૧૧માં તેને ઇડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફિનેંટ કર્નલની રૈંક પણ આપવામાં આવી છે ધોની તેના માટે અનેકવાર અભ્યાસ પણ કરી ચુકયો છે.

એ યાદ રહે કે અત્યાધુનિક લડાકુ વિમાનોની કમીનો સામનો કરી રહેલ ભારતીય વાયુસેના માટે હાલના દિવસોમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે ક્ષેત્રમાં શક્તિ સંતુલનને બદલવાની શક્તિ રાખનાર રાફેલ આ દિવસ તેના લડાકુ વિમાનોના બેડામાં શાનથી બની ગયું પાકિસ્તાન અને ચીનની સાથે તનાવને ધ્યાનમાં રાખી રાફેલની હાજરી હવે વધુ મહત્વપૂર્ણ થઇ ગઇ છે કારણ કે રાફેલમાં ચીન અને પાકિસ્તાનને માત આપવામાં પુરી રીતે સક્ષમ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.