Western Times News

Gujarati News

અમદાવાદમાં રસ્તાઓના ખોદકામ બાદ સમયસર રીંપેરીંગ ન થતાં લોકોને હાલાકી

અમદાવાદ, શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા બાદ સમારકામ કરવામાં આવતું નથી જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. અમદાવાદમાં ગટરના કામ, રસ્તાના રીપેરીંગ, કેબલ લાઈનોના રીંપેરીંગ, ટેલીફોન ખાતા દ્વારા ખોદકામ જેવા ઘણાં કામો ચાલુ થાય છે પરંતુ સમયસર પૂરા થતાં નથી.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

અમદાવાદના વ્યાસવાડીથી આરટીઓ જવાના રસ્તા પર અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રસ્તાનું કામ ચાલી રહ્યું હોઈ એક તરફનો રસ્તો બંધ કરતા વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ રાજપથ ક્લબથી સરદાર પટેલ રીંગ રોડને જોડતો રસ્તા પર ખોદકામ બાદ રસ્તા પર પૂરાણ કરીને સરખો કરવામાં આવ્યો નથી જેને કારણે રસ્તો વન-વે બની ગયો છે. રસ્તા પર સામસામે ગાડીઓ આવતાં અકસ્માતનો ભય રહે છે. આ જ રોડ પર મોટા કોમર્શિયલ બિલ્ડીંગો આવેલા છે. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી રસ્તાની હાલત કફોડી છે. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.

આ ઉપરાંત આ જ રોડથી કનેક્ટેડ પકવાન ચાર રસ્તા રીંગ રોડને જોડતા ઈન્ટરનલ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. આ વિસ્તારમાં મોટા ઉદ્યોગપતિઓના મકાનો તેમજ હાઈ રાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગો હોવા છતાં રસ્તાઓ ડેવલપ કરાયા નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.