Western Times News

Gujarati News

ICICI ઉદ્યોગસાહસિકોને કંપનીની રચના કરવામાં અને ડિજિટાઇઝેશન કરવામાં મદદ કરશે

·        સ્ટાર્ટઅપ્સને કંપનીની રચના પછી તાત્કાલિક ઓનલાઇન કરન્ટ એકાઉન્ટ ખોલવા માટે અરજી કરવા સ્ટાર્ટઅપને સક્ષમ બનાવવા કોર્પોરેટ મંત્રાલયની વેબસાઇટ સાથે ઝડપથી ઇન્ટિગ્રેટે કરશે

મુંબઈઃ ICICI બેંકે સ્ટાર્ટઅપ્સ માટે એક પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે સ્ટાર્ટઅપ્સની બેંકિંગની આવશ્યકતાઓ પૂરી કરશે તેમજ નિયમનકારી સહાય, એનાલીટિક્સ, સ્ટાફિંગ, એકાઉન્ટિંગ, કસ્ટમર એક્વિઝિશન અને ગ્રાહકો સુધી ડિજિટલ પહોંચ જેવી બેંકિંગ સિવાયની જરૂરિયાતો પણ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

દેશનો સૌથી વિસ્તૃત પ્રોગ્રામ ‘આઇસ્ટાર્ટઅપ2.0’ ગ્રાહકોને કરન્ટ એકાઉન્ટ ઓફર કરે છે, જે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર. જે સ્ટાર્ટઅપ્સ માટે કોઈ પણ બેંકની વિસ્તૃત રેન્જ છે. પાર્ટનરશિપ્સ, સરકારી અને ખાનગી લિમિટેડ કંપનીઓ તેમજ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ્સ સહિત નવા વ્યવસાયો (10 વર્ષ સુધી) કરન્ટ એકાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત સ્ટાર્ટઅપ્સ સાતત્યપૂર્ણ એકાઉન્ટ ખોલાવી શકે છે અને રચના સમયે તાત્કાલિક એકાઉન્ટ નંબર મેળવી શકે છે, કારણ કે બેંક એની APIsનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA)સાથે ઇન્ટિગ્રેશન ધરાવે છે.

આ સ્થાપકો/ઉદ્યોગસાહસિકોને મહત્ત્વપૂર્ણ સુવિધા ઓફર કરે છે, કારણ કે એનાથી સમય અને પ્રયાસોની બચત થાય છે, જેમાં તેમને એકાઉન્ટ માટે અરજી કરવા વિગતો ભરવાની જરૂર નથી. વધારે સુવિધા સ્વરૂપે બેંક સ્ટાર્ટઅપ્સમાં તેમની સમયની અનુકૂળતાએ એક અધિકારીને KYC માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવા મોકલે છે.

આ કરન્ટ એકાઉન્ટના અન્ય ફાયદાઓમાં સમર્પિત રિલેશનશિપ મેનેજર, પ્રમોટર્સ માટે પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ તથા કર્મચારીઓ માટે સેલેરી એકાઉન્ટ તથા એક વર્ષ માટે ત્રિમાસિક સરેરાશ બેલેન્સની મુક્તિ સામેલ છે. ઉપરાંત સ્ટાર્ટઅપ્સ તેમના એકાઉન્ટમાં જરૂરી સુવિધાઓ કસ્ટમાઇઝ કરી શકે છે અને પસંદગી કરી શકે છે તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારનાં વેપારી વ્યવહારો માટે સિંગલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે, જે ઉદ્યોગમાં સૌપ્રથમ પ્રકારની સેવા છે.

વળી બેંકિંગ ઉપરાંતની સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેમ કે ‘સ્ટાર્ટઅપ આસિસ્ટ’ જે પાર્ટનર્સ સાથે જોડાણમાં સેવાઓ પૂરી પાડે છે, સ્ટાર્ટઅપ્સને પ્રાથમિક અને વૃદ્ધિના તબક્કામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે સ્ટાર્ટ-અપ્સને વ્યક્તિગત સેવા પ્રદાતાઓ સુધી પહોંચવા ઘણો સમય અને બેન્ડવિડ્થ લાગે છે.

‘સ્ટાર્ટઅપ આસિસ્ટ’ સાથે તેમને અનેક સેવાઓ સિંગલ-પોઇન્ટ એક્સેસ પર મળે છે. એમાં કન્સીઅર્જ ‘સેટ-અપ’ સામેલ છે, જે તેમને કંપની રજિસ્ટ્રેશન, ટેક્ષેશન, કમ્પ્લાયન્સ, લોજિસ્ટિક્સ, ફેસિલિટી મેનેજમેન્ટ જેવી જટિલ સેવાઓ સાથે સ્ટાર્ટઅપને મદદ કરવા ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર વિવિધ નિષ્ણાતોની સેવા પ્રદાન કરે છે. વળી વર્ચ્યુઅલ દુનિયામાં ડિજિટલ માધ્યમો થકી વ્યવસાય વધારવા ઇચ્છતાં સ્ટાર્ટ-અપ્સ માટે ‘ડિજિટલ કન્સીઅર્જ’ ઉપલબ્ધ છે.

આ વેબસાઇટ ડેવલપમેન્ટ અને હોસ્ટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, SEO & SEM સુધીની સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે, જેથી ડિજિટલ પરિવર્તન સરળ અને સહેલું બની જાય છે. આ તમામ સેવાઓ સમર્પિત કન્સીઅર્જ હેલ્પલાઇન કે એપ કે ઇમેલ દ્વારા ઉપલબ્ધ છે. ઉપરાંત બેંકે ‘વર્ક-ફ્રોમ-હોમ’, આઇટી હાર્ડવેર ડિલ્સ, વેબ-હોસ્ટિંગ, એકાઉન્ટિંગ સોફ્ટવેર, ટેલીકોમ પેકેજ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પર સોલ્યુશનો પર આકર્ષક ઓફર પ્રસ્તુત કરવા વિવિધ કંપનીઓ સાથે જોડાણ કરે છે.

વિવિધ પ્રકારની સેવાઓ સાથે ‘આઇસ્ટાર્ટઅપ 2.0’ એક જગ્યાએ જીવનના વિવિધ તબક્કામાં બેંકિંગ અને નોન-બેંકિંગ સેવાઓનો સમન્વય કરીને સ્ટાર્ટઅપ્સ માટે 360-ડિગ્રી સંપૂર્ણ અને સૌથી વધુ વિસ્તૃત સેવાઓ પૂરી પાડે છે.

આ પહેલ વિશે ICICI બેંકના સેલ્ફ એમ્પ્લોય્ડ સેગમેન્ટના હેડ શ્રી પંકજ ગાડગિલે કહ્યું હતું કે,“ભારતમાં એમએસએમઈ અને સેલ્ફ-એમ્પ્લોય્ડ સેગમેન્ટ અર્થતંત્રની કરોડરજ્જુ છે.

એની અંદર અમે જોઈએ છીએ કે, દેશમાં સ્ટાર્ટઅપ સેગમેન્ટ ઇકોસિસ્ટમમાં અનુકૂળ નીતિનિયમો સાથે ઝડપથી વૃદ્ધિ કરવા સજ્જ છે તથા ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો ધરાવે છે. અમારું માનવું છે કે, ‘આઇસ્ટાર્ટઅપ 2.0’ દેશમાં ઉપલબ્ધ સૌથી વધુ વિસ્તૃત પ્રોગ્રામ છે. આ કોર્પોરેટ અફેર મંત્રાલય સાથે રચના દરમિયાન ડિજિટલ રીતે તાત્કાલિક અમારી સાથે ઓન-બોર્ડ આપવાની અભૂતપૂર્વ સુવિધા આપે છે. આ તમામ વ્યવસાયિક, વેપાર સંબંધિત અને વ્યક્તિગત બેંકિંગની જરૂરિયાતો એક રિલેશનશિપની અંદર હાથ ધરે છે તથા કોઈ  પણ જગ્યાએ મજબૂત મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડિજિટલ વ્યવહારો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.