Western Times News

Gujarati News

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વર્ચ્યુઅલ માધ્યમ પર ખેડૂતો સાથે સંવાદ કર્યો

રાજ્યનાં વહીવટીતંત્રને કૃષિ નીતિના ફાયદાની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ કરી

જયપુર,  રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતે એગ્રો-પ્રોસેસિંગ, એગ્રિ બિઝનેસ અને કૃષિ નિકાસ સંવર્ધન નીતિ 2019ના અમલીકરણની સમીક્ષા કરવા રાજ્યના તમામ 33 જિલ્લાઓના ખેડૂતો સાથે લાઇવ ઇન્ટરેક્શન કર્યું હતું. કોવિડ-19ના પડકારો હોવા છતાં આ નીતિથી કૃષિ ઉદ્યોગોમાં નવા રોકાણોને આકર્ષવામાં અને માળખાગત સુવિધા વિકસાવવામાં સફળતા મળી છે. આ બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી હતી કે, પાંચ ડઝનથી વધારે અરજીઓ અનલોકના ગાળામાં મળી છે અને યોજના અંગે જાણકારીમાં વધારો થવાની સાથે અરજીઓની સંખ્યામાં વધારો થશે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

નવી નીતિ એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, રાજ્યમાં કૃષિ ઉત્પાદનનાં દરેક ઔંસનું પ્રોસેસિંગ સ્થાનિક રીતે થાય. જ્યારે માળખાગત પ્રક્રિયા કૃષિ ઉત્પાદનનાં મૂલ્યનું સંવર્ધ કરશે, ત્યારે એનાથી બગાડમાં પણ ઘટાડો થશે, જેથી ખેડૂતોની આવક વધારવામાં અને રાજ્ય માટે રોકડપ્રવાહ વધારવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ બુધવારે સમીક્ષા બેઠકમાં ખેડૂતો પાસેથી નીતિ વિશે તેમના અનુભવોની જાણકારી મેળવી હતી અને તેમને અન્ય ખેડૂતોને નીતિના ફાયદા વિશે જાણકારી આપવા જણાવ્યું હતું.

આ સંવાદ દરમિયાન ઉદ્યોગસાહસિકો બનેલા ઘણા ખેડૂતોએ જાણકારી આપી હતી કે, તેમણે બીજી યોજના હેઠળ મંજૂરી માટે યોજના અંતર્ગત યુનિટ સ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રક્રિયામાં વિવિધ સૂચનો મેળવ્યાં હતાં. જોધપુરની એક કંપનીએ સ્વદેશી રીતે ગુઆરમાંથી પ્રોટિન મેળવવા સંશોધન કર્યું એ જાણીને તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને કંપનીને આ ટેકનોલોજીની પેટન્ટ મેળવવા પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવાની દિશામાં આ ક્રાંતિકારી પગલું છે અને જ્યારે પ્રગતિશીલ ખેડૂતોને એનો ફાયદો થયો છે, ત્યારે તેમણે અન્ય લોકોને આ વિશે જાણકારી આપવા આગળ આવવું પડશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “આ શરૂઆત છે અને નીતિ પર લંબાણપૂર્વક ચર્ચા થઈ શકે છે. જિલ્લા વહીવટીતંત્રએ જાગૃતિ લાવવામાં મદદ કરવી પડશે તથા ગ્રામપંચાયત અને તાલુકા સ્તરે નીતિની ચર્ચા કરવી પડશે.”

કોવિડ-19ને પગલે લાગુ નિયંત્રણોને ધ્યાનમાં રાખીને બુધવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં 400થી વધારે ખેડૂતો તેમના સંબંધિત જિલ્લાઓમાં ‘જન સંપર્ક કેન્દ્રો’માંથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ બેઠકના અંતે વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થવા બદલ ખેડૂતોનો આભાર માન્યો હતો તેમજ સાવચેતી જાળવવા તથા પોતાને અને અન્ય લોકોને સલામત રહેવા જણાવ્યું હતું. તેમણે સરકાર રોગચાળાનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે એવી ખાતરી આપી હતી તેમજ રિકવરીના દર અને પરીક્ષણમાં રાજસ્થાન અન્ય રાજ્યોની સરખામણીમાં આગળ હોવાનું જણાવ્યું હતું. તેમણે લોકોને કોવિડનો ભોગ ન બનવા સરકારના પ્રયાસોને ટેકો આપવા અને વયોવૃદ્ધ લોકો, બાળકો અને ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોની વિશેષ સારસંભાળ રાખવા વિનંતી કરી હતી.

આ બેઠકમાં રાજસ્થાનના કૃષિ મંત્રી શ્રી લાલચંદ કટારિયાએ એ બાબતની પ્રશંસા કરી હતી કે, કોવિડ કટોકટી હોવા છતાં આ નીતિથી ખેડૂત પરિવારોને પોતાના માટે અને અન્ય લોકો માટે રોજગારીનું સર્જન કરવાની રીતો અને માધ્યમો મળ્યાં છે. તેમણે આ યોજનાના ફાયદા લાભાર્થીઓને મળે એ સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને નીતિના ફાયદા વિશે ખેડૂતોને જાણકારી આપવા ઉપરાંત લોનની પ્રક્રિયા સાથે સંબંધિત માર્ગદર્શન આપવા પણ કહ્યું હતું.

આ સંવાદમાં રાજસ્થાનના મુખ્ય સચિવ શ્રી રાજીવ સ્વરૂપે પ્રગતિશીલ ખેડૂતોના સાથસહકાર સાથે જિલ્લા સ્તરે ‘મેન્ટર સિસ્ટમ’ એટલે કે ‘માર્ગદર્શન વ્યવસ્થા’નું સૂચન કર્યું હતું, જેનાથી અન્ય ખેડૂતોને કૃષિ ઉત્પાદનની નિકાસ સાથે સંબંધિત જટિલતાઓ સમજવામાં મદદ મળી શકે.

અગાઉ બેઠકમાં અગ્ર કૃષિ સચિવ શ્રી કુંજી લાલ મીણાએ યોજના અંતર્ગત વિવિધ પ્રોત્સાહનો વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે, આ યોજના ખેડૂતોને પ્રોત્સાહન આપવાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારની અન્ય યોજનાઓથી વધારે લાભદાયક છે.

આ સંવાદમાં સરકારી વિભાગ મંત્રી શ્રી ઉદયલાલ અંજના, ગોપાલન વિભાગના મંત્રી શ્રી પ્રમોદ ભાયા, રાજ્ય કક્ષાના કૃષિ વિભાગના મંત્રી શ્રી ભજનલાલ જાતવ, સહકારી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ટિકા રામ જુલી, ફાઇનાન્સના એસીએસ શ્રી નિરંજન આર્ય, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી કુલદીપ રાંકા, મુખ્યમંત્રીના સંયુક્ત સચિવ શ્રી રંજન વિશાલ તથા નાબાર્ડના જનરલ મેનેજર, સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના કન્વિનર તેમજ વિવિધ સ્થળો પરથી વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.