Western Times News

Gujarati News

એશ ફરીવાર લોકપ્રિય ફોટો શેયરિંગ એપ પર સક્રિય થઇ

મુંબઇ, બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન ટુંકા બ્રેક બાદ અંતે લોકપ્રિય ફોટો શેયરિંગ એપ પર ફરી સક્રિય થઇ ગઇ છે. ફોટો શેયરિંગ એપ પર કમબેક કરીને તે હવે ફોટાઓ પણ મુકી રહી છે. સૌથી પહેલા એશ દ્વારા પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનના ફોટો શેયર કર્યા છે. બે મહિનાના લાંબા ગાળા બાદ એશની વાપસી થઇ છે. અભિષેકના ત્રણ ફોટો મુકવામાં આવ્યા છે. કબડ્ડી પિન્ક પેન્થર્સ સાથે અભિષેક જાડાયેલો છે. અભિષેકે કબડ્ડી ટીમ પિન્ક પેન્થર્સ માટે સપોર્ટ જાહેર કરી ચુક્યો છે.

એશ્વર્યા રાય બચ્ચન ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરવામાં આવતી સાઇટ સાથે જાડાઇ ચુકી છે. અભિષેકના ફોટો સૌથી પહેલા જારી કર્યા છે. જેમાં અભિષેક પોતાની ટીમને ચિયર કરતા નજરે પડે છે. પત્નિના પોસ્ટ પર અભિષેક પણ પ્રેમ દર્શાવીને કહ્યુ છે કે અમારી લકી ચાર્મ તરીકે એશને અમે માનીએ છીએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે એશના છેલ્લા પોસ્ટ ૨૩મી મેના દિવસે આવ્યા હતા. જે દરમિયાન એશે પોતાની માતાના બર્થડેના ફોટો જારી કર્યા હતા. એશ હાલમાં જ યુએસમાં રજા માણીને પરત ફર્યા છે. તેમની સાથે તેમની પુત્રી આરાધ્યા પણ હતી. ન્યુયોર્કમાં આ લોકો રિશિ કપુરના પરિવારને પણ મળ્યા હતા. નીતુ સિંહ અને રિશી કપુર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતના ફોટો સોશિયલ મિડિયા પર રજૂ કરવામાં આવ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એશ હવે ખુબ ઓછી મર્યાદિત ફિલ્મોમાં કામ કરી રહી છે. મોટી ભૂમિકાવાળી ફિલ્મોમાં જ તે કામ કરી રહી છે. એશ હવે મણિરત્નમની એક ફિલ્મમાં કામ કરનાર છે. જ્યારે અભિષેક બચ્ચન છેલ્લે મનમર્જિયામાં નજરે પડ્યો હતો. જે ફિલ્મમાં તેની ભમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. અભિષેક બચ્ચન બોલિવુડમાં સફળતા હાંસલ કરી રહ્યો નથી. નિર્દશકો તેને સોલો લેવા માટે તૈયાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.