Western Times News

Gujarati News

અમદાવાદમાં એક સાથે ૬૦ ડોકટરો કોરોના સંક્રમિત થયા

અમદાવાદ: શહેરમાં કોરોનાનો કહેર ઘીમે ધીમે વધતો દેખાઇ રહ્યો છે કોરોના દર્દીઓની ખડે પગલે સેવા કરતા ડોકટરો પણ કોરોનાનો શિકાર બનવા લાગ્યા છે.અમદાવાદમાં એક સાથે ૬૦ ડોકટરો કોરોના પોઝીટીવ આવ્યો છે તો બીજી તરફ ટ્રેનો ચાલુ થતાં મુસાફરોની પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર વધી ગઇ છે. જેના પગલે પણ કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એક સાથે ૨૮ જેટલા મુસાફરો કોરોના પોઝીટીવ મળ્યા હતાં.

મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલ એલજી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા ૬૦ ડોકટરોને કોરોના પોઝીટીવ આવ્યો છે.આમ તબીબી જગતમાં ફફડાટ વ્યાપ્યો હતો ૬૦ ડોકટરો પૈસા સૌથી વધારે કેસ એસવીપી હોસ્પિટલમાં છે એસવીપીમાં ૨૪ ડોકટર કોરોના પોઝીટીવ છે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા રેપિડ ટેસ્ટમાં આ કેસો સામે આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ નથાય તે માટે અમદાવાદના સાથે સાત ઝોનમાં રેપિડ એન્ટી જન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદના મધ્યમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં એક સાથે ૨૮ જેટલા પોઝીટીવ કેસ મળી આવ્યા છે.

આજે રાજધાની એકસપ્રેસમાં ૭૬૬માંથી ૨૦ પોઝીટીવ મુઝફફનગર એકસપ્રેસમાંથી ૪૦૫ પ્રવાસીઓમાંથી પાંચ તથા ગોરખપુર એકસપ્રેસમાંથી ૪૦૮ માંથી ત્રણ કેસ પોઝીટીવ મળી આવ્યા છે આજે દિવસ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૫૭૯ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં આ પ્રવાસીઓમાંથી કેટલાક લોકોને જરૂરી સારવાર માટે કોરોના કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણ ફેલાવતા અટકાવવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું કુલ ૧૮૭૨ કેસમાંથી ૩૩ કેસ પોઝીટીવ આવ્યા હતાં જેમાં સૌથી વધારે રાજધાની એકસપ્રેસ ના મુસાફરો હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.