Western Times News

Gujarati News

આજે ૧૧મી સપ્ટેમ્બરે સ્વામીવિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદને સંબોધી તેની ૧ર૭ મી જયંતી છે.

– સ્વામી વિવેકાનંદજી જેવા મહાપુરુષના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લેવાની જરૂર છે – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણિનગર ના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને ઉદેશીને જણાવ્યું હતું કે, આજના ૧૧ સપ્ટેમ્બરના દિવસે સ્વામી વિવેકાનંદજી જેવા મહાપુરુષને યાદ કરવાની જરૂર છે અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

આજે તા. ૧૧ સપ્ટેમ્બર છે. આજથી ૧ર૭ વર્ષ પૂર્વે ભારતના મહાપુરુષ સ્વામી વિવેકાનંદજીએ કે, જેઓએ અમેરીકાના શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં એટલે કે, ૧૧મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૯૩નાં રોજ ઔતિહાસિક પ્રવચન આપ્યું હતું અને સારાય અમેરીકામાં અને વિશ્વમાં ભારતનો ડંકો વાગડયો હતો.

સ્વામી વિવેકાનંદે પોતાનાં એ પથમ ભાષણમાં શ્રોતાઓને ….અમેરિકનોને ભાઈઓ અને બહેનો તરીકે સંબોધન કર્યું ત્યારે પરિષદમાં હાજરી આપનાર ૬ થી ૭ હજાર જેટલાં ધર્મ ધુરંધરો, પંડિતો અને વિવિધ ધર્મનાં પ્રતિનિધિઓએ તેમને તાળીઓનાં ગળગળાટથી વધાવી લીધા હતાં. એ ભાષણ બહુ પ્રશંસા પામ્યું હતું તેમણે એ વખતે સભાને સંબોધતા કહયું હતું કે, ““ મને ગર્વ થાય છે કે, હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે, જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશના લોકોને આશ્રય આપ્યો છે.પંથવાદ,ધર્માધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન – એ સૌએ ક્યારનાએ આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે.તેમણે પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે, અનેક વખત એને માનવ રક્તમાં તરબોળ કરી મૂકી છે,

સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે.જો આવા ભયંકર દેત્યોનું અસ્તિત્વ ન હોય તો માનવ સમાજે આજના કરતાં અનેકગણી વિશેષ પ્રગતિ સાધી હોત.પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે.અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે, આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ રણકી ઉઠયો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો,કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારો અને સમાન ઘ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો….’”

“* જરુર છે મર્દોની,સાચા મર્દોની, બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય.”

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.