Western Times News

Latest News from Gujarat

કંગનાની વિમાન યાત્રા દરમિયાન સુરક્ષાનો ભંગ

નવીદિલ્હી, વિમાન નિયામક ડીજીસીએઇડિગોને ચંડીગઢ મુંબઇની તેમની ઉડયનમાં મીડિયા કર્મચારીઓ દ્વારા સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોના કહેવાતા ભંગ માટે એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે આ ધટના તે સમયની છે જયારે કંગના રનૌતે આ ઉડયનથી યાત્રા કરી હતી. વરિષ્ઠ અધિકારીએ આજે આ માહિતી આપી હતી નાગરિક વિમાનન મહાનિદેશાલય ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે કેટલાક વીડીયો જાેયા છે જેમાં મીડિયા કર્મચારી બુધવારે  ઉડાનમાં એક બીજાથી ખુબ નજીક ઉભા હતાં આ સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોનો ભંગ છે અમે વિમાન કંપની ઇડિગોને આ ધટના પર એક રિપોર્ટ સોંપવા કહ્યું છે.

ડીજીસીએના એક વધુ અધિકારીએ પણ પુષ્ટી કરી છે કે આ ઘટનાને લઇ વિમનનન કંપનીથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અધિકારીએ કહ્યું કે રનૌત બુધવારે ચંડીગઢ મુંબઇ ઉડન દરમિયાન આગળની કતારમાં બેઠી હતી અનેક મીડીયા કર્મચારી પણ તે ઉડયનમાં સવાર હતા

આ મામલામાં ઇડિગોએ કહ્યું કે અમે અમારૂ નિવેદન ડીજીસીએને આપી દીધુ છે અમારા કેબિન ક્રે સાથે જ કંપ્તાન ફોટાગ્રાફીને પ્રતિબંધિત કરવા સામાજિક દુરીનું પાલન કરવા અને સમગ્ર સુરક્ષાને બનાવી રાખવાની જાહેરાત સહિત તમામ આવશ્યક પ્રોટોકોલનું પાલન કર્યું.HS

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers