Western Times News

Gujarati News

ચીન આપણી જમીન પર કબજો કરી રહી છે છતાં સરકાર ચુપ: રાહુલ ગાંધી

નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલ તનાવ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનની ધુષણખોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાન તાકયુ છે રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે ચીને આપણી જમીન પર કબજાે કરી લીધો ભારત સરકારે તેને પરત લેવા માટે કોઇ યોજના બનાવી રહી છે.  રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી રોજગારી જીડીપી આર્થિક વ્યવસ્થા લોકડાઉન સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યાં છે જેને લઇને તેઓ વારંવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રહ્યાં છે.

જાે કે રાહુલ ગાંધીએ કરેલા નવા ટિ્‌વટમાં ચીન દ્વારા આપણી જમીન પર કબજાે કરવા તેમજ ધૂષણખોરી કરવાને લઇ નિશાન તાકયુ છે. રાહુલ ગાંધીએ ૧૧મી સપ્ટેમ્બરના રોજ ટિ્‌વટમાં સખ્યું કે ચીને આપણી જમીન પર કબજાે કરી લીધો છે ભારત સરકાર તેને પરત લેવા કોઇ યોજના બનાવી રહી છે કે નહીં કે પછી ફરી તેને પણ એક દેવીય ઘટના બનાવી છોડી દેવામાં આવી રહી છે એ યાદ રહે કે રાહુલ ગાંધીએ આ ઉગાઉ પર ચીનની ધૂષણખોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર લવાલ ઉઠાવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.