Western Times News

Gujarati News

કોરોનાના ચેપગ્રસ્તોના ૯૬૫૫૧ કેસ : સંખ્યા ૪૫ લાખથી વધારે

નવી દિલ્હી: એક તરફ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની માગણીઓ સ્વીકારીને લૉકડાઉનમાં ધીમેધીમે રાહત આપી રહી છે ત્યારે બીજી બાજુ કોરોનાની મહામારી પોતાની ભીંસ વધારતી જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ૯૬ હજાર ૫૫૧ નવા કેસ નોંધાયા હતા અને ૧૨૦૯થી વધુ લોકો કોરોનાના કારણે મરણ પામ્યા હતા. અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.

આ સાથે દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો ૪૫ લાખને આંબી ગયો હતો. સચોટ આંકડાની વાત કરીએ તો હાલ દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૪૫ લાખ ૬૨ હજાર ૪૧૫ની છે. એમાં નવ લાખ ૪૩ હજાર ૪૮૦ સક્રિય કેસ છે અને ૩૫ લાખ ૪૨ હજાર ૬૬૪ લોકો સાજા થઇને ઘેર પાછા ફર્યા હતા. જો કે કેટલાક વિસ્તારોમાં સાજા થયેલા લોકો પર ફરી કોરોના ત્રાટક્યો હોય એવા કિસ્સા પણ બની રહ્યા હતા. એનું કારણ કદાચ એ હોઇ શકે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.