Western Times News

Latest News from Gujarat

માનવ સંપર્ક રહિત આવકવેરા આકારણી યોજનાથી કરદાતાઓમાં વિશ્વાસ વધવા સાથે વિદેશી નિવેશકોને પ્રોત્સાહન પણ મળશેઃ- પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી અમિત જૈન

પ્રામાણિક કરદાતાઓ પર આયકર વિભાગ હવે વિશ્વાસ મૂકી તેમનું સન્માન કરશેઃ – શ્રી રનંજય સિંહ ચીફ કમિશનર, વડોદરા

પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરતી આ પ્રથા કરદાતાઓને રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવા પ્રરેણા રૂપ બનશે:- ડૉ ધીરજ કાકડિયા, એડીજી, પીઆઈબી

PIB Ahmedabad,   ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ શ્રી અમિત જૈને કહ્યું કે, માનવ સંપર્ક રહિત આવકવેરા આકારણી યોજનાથી કર પ્રણાલીમાં પારદર્શિતા અને વિશ્વાસનીયતામાં વધારો થશે. સાથે સરકારને પણ કરદાતાઓ પાસેથી ઇમાનદારી, જાગરૂકતાની અપેક્ષા છે. આ યોજનાથી ઉદ્યોગો અને ધનસર્જન કરનારાઓમાં વિશ્વાસ વધશે તથા વિદેશી નિવેશકોને પણ પ્રોત્સાહન મળશે.

લોકોમાં ફેસલેસ સ્ક્રૂટિની સિસ્ટમની જાણકારી વધે તે ઉદ્દેશ્યથી પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તથા આયકર વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેસલેસ અસેસમેન્ટ સિસ્ટમના વેબિનારની સિરિઝના ભાગ રૂપે યોજાયેલા આ વેબિનારમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દોહાદ, ખેડા, આણંદના કરદાતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ શ્રી જૈને જણાવ્યું કે લાંબા સમયથી કર માળખામાં મૂળભૂત સુધારાની સંભાવના હતી. આઝાદી બાદ અનેક કાયદાઓમાં સુધારા થયા પરંતુ કર વ્યવસ્થામાં હજુ કોઇ ફેરફાર થયો ન હતો. આ યોજનાથી ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થશે. ફેસલેસ સ્ક્રુટીની સિસ્ટમ માટે વિભાગ સંપૂર્ણ સજ્જ છે. ફેસલેસ સ્ક્રૂટિની અને ફેસલેસ અપીલ દ્વારા ડિપાર્ટમેન્ટની સંપૂર્ણ કામગીરી ત્વરાથી ચાલશે. તેથી કરદાતાઓની સમસ્યા હળવી થશે.

વડોદરાના ચીફ ઇન્ક્મટેક્સ કમિશનરશ્રી રનંજય સિંઘે કહ્યું કે, હવે પ્રમાણિક કરદાતાઓ પર ઇન્ક્મટેક્સ વિભાગે વિશ્વાસ મુકવો પડશે. આ વ્યવસ્થામાં કરદાતાનું સન્માન સર્વોપરી છે. સમાજના વિકાસ માટે કરદાતાઓને સન્માન સાથે જોડવું જરૂરી છે. ટેક્સ પેયરનું આ રીતે સન્માન અપાવનારા દેશોમાં ભારત પણ સામેલ થઇ ગયું છે. એમણે ઉમેર્યુ કે, કરચોરો હવે છટકી શકશે નહિ.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઈ.બી અને આર.ઓ.બી ગુજરાત એકમના વડા અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાની મુખ્ય લાક્ષણિકતાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરતી આ પ્રથા કરદાતઓને રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવા પ્રેરણા રૂપ બની રહેશે. આ વ્યવસ્થાને ઇ-અસેસમેન્ટ પણ કહેવામાં આવે છે. આમાં કર વસુલનાર અને કરદાતાના કેન્દ્રમાં ઇ- માધ્યમ છે.

અમદાવાદના વરિષ્ઠ ઇન્કમટેક્સ અધિકારી શ્રી રાજ ટંડને ફેસલેસ અસેસમેન્ટ અંગે નિદર્શન કર્યુ હતું. ઇન્ક્મટેક્સની કામગીરીમાં આવનારી પારદર્શિતા તથા કરદાતાઓ માટેના ટેક્સ પેયર ચાર્ટર વિશે પણ માહિતી આપી હતી. તેમાં વિવિધ યુનિટો દ્વારા કરવામાં આવનારા કાર્યો અંગે વિસ્તૃત જાણકારી અપાઇ હતી.

અગ્રણી ફાર્મા કંપનીના સીએફઓ શ્રી રાજકુમાર બાહેતીએ ભારત સરકારના આ પગલાની સરાહના કરતા કહ્યુ કે, આ યોજના વધુમાં વધુ કરદાતાઓને આકર્ષિત કરશે તથા લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે વિભાગને આવા વધુ કાર્યક્રમ કરવાની અપીલ કરી હતી.

અગ્રણી ફાર્મા કંપનીના સીનિયર જનરલ મેન્જર શ્રી અભિલેશ ઓઝાએ કહ્યુ કે, આ યોજનાના પ્રયાસો 2015થી થઇ રહ્યા હતા. જેનો પ્રભાવ તબક્કા વાર દેખાઇ રહ્યો હતો. આ સિસ્ટમથી બધુ જ રોકોર્ડ થશે. સાથે ટેક્નીકલ યુનિટ હોવાથી પ્રત્યેક રાજ્ય અને પ્રત્યેક વ્યવસાયમાં થનારી સમસ્યાઓની સમજ રાખનારા અધિકારીઓ મળી રહેશે. જે સારી બાબત છે.

ગોધરાથી સીએ સંયમકુમાર શાહ અને આણંદથી શ્રી ચેતનભાઈ શાહે આ યોજનાની પ્રશંસા કરતા તેને સામાન્ય કરદાતાઓને થનારી તકલીફોમાં મુક્તિ અપાવનાર યોજના ગણાવી હતી. વેબિનારમાં મોટી સંખ્યામાં કરદાતાઓ ઇ-માધ્યમથી જોડાયા હતા.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers