Western Times News

Gujarati News

નદીના વહેણમાં ૫૦૦૦ જેટલી વિદેશી દારૂની કાચની બોટલ જોવા મળતા આશ્ચર્ય

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) સંજેલી,  સંજેલી સીંગવડ તાલુકાની સરહદ પર આવેલા પ્રતાપપુરા રા.ડુંગરપુર વચ્ચેથી પસાર થતી ચીબુટા નદીની વહેણમાં ૫૦૦૦ જેટલી દારૂની ખાલી કાચની બોટલો નો જથ્થો દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું દારૂબંધી છતાં પુષ્કળ જથ્થામાં બોટલો આવી ક્યાંથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી એવી ચબોટા નદીના પટ્ટમાં સીંગવડ તાલુકા તેમજ સંજેલી તાલુકાની સરહદ પર આવેલા ના રાઠોડના ડુંગરપુરના સ્મશાન ઘાટ નજીક કોઈક હરામખોર ૫૦૦૦ જેટલી પુષ્કળ માત્રામાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી કાચની બોટલો પાણીના વહેણમાં નાખી દેતા તેના આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે

ત્યારે આટલી મોટી પુષ્કળ પ્રમાણમાં ખાલી બોટલો ક્યાંથી આવી તે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે પાણી ના વહેણમાં કાચની ખાલી બોટલો નો જથ્થો નખાતાં પાણીના વહેણમાં કાચ વહેવા લાગ્યા છે ત્યારે આસપાસના ગામોના ખેડૂતો પોતાના ઢોર ઢાંખરને પાણી પીવડાવવા તેમજ નહાવા માટે નદીમાં લઈ જાય છે અને પોતે પણ આ નદીમાં નહાવા પડે છે તેમજ ખેતરમાં તેમજ અન્ય કામોમાં પણ આ પાણીનો વપરાશ કરતા હોય છે.જેથી કાચની બોટલો અને કાચ વાગી જવાના ભયથી આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.