Western Times News

Gujarati News

યસ બેંકએ RBIને રૂ. 50,000 કરોડની પુનઃચુકવણી નિયત સમય અગાઉ કરી દીધીઃ ચેરમેન સુનિલ મહેતા

યસ બેંકનું (Yes Bank) પુનર્ગઠન ભારતના બેંકિંગ ઇતિહાસમાં બેંકો દ્વારા કોઈ બેંકનું પુનઃનિર્માણ કરવાની પ્રથમ સફળ યોજના છે. 

ભારતની સૌથી મોટી કેટલીક નાણાકીય સંસ્થાઓનું પીઠબળ ધરાવતી યસ બેંકે એના નવા બોર્ડે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. બેંકે એની તમામ સમસ્યાઓનું સમાધાન કર્યું છે તથા એના ગ્રાહકો અને હિતધારકો એમ બંને માટે સાથસહકાર વધારવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

યસ બેંકના ચેરમેન શ્રી સુનિલ મહેતા (Sunil Mehta) એ સાધારણ વાર્ષિક સભાને (AGM) સંબોધન કરતાં કહ્યું હતું કે, “યસ બેંકે રૂ. 15,000 કરોડનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે બેંકની પુનર્ગઠન યોજના, પગલાં, ભવિષ્યની યોજના અને નવી લીડરશિપ હેઠળ એના પ્રોફેશનલ મેનેજમેન્ટમાં સંસ્થાગત અને રિટેલ રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આરબીઆઈ RBI દ્વારા રૂ. 50,000 કરોડની સ્પેશ્યલ લિક્વિડિટી ફેસિલિટી (એસએલએફ) ઉપરાંત બેંક મજબૂત ગ્રાહક લિક્વિડિટી પ્રવાહ મેળવે છે. મને એ જણાવતા આનંદ થાય છે કે, બેંકે 8 સપ્ટેમ્બરે નિયત સમય અગાઉ રૂ. 50,000 કરોડની એસએલએફની સંપૂર્ણ ચુકવણી કરી છે.”

શ્રી મહેતા માને છે કે, અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા બેંકના નાણાકીય માધ્યમોનું રેટિંગ્સ સુધારવામાં આવ્યું છે, જે ટૂંકા સમયગાળામાં બેંકમાં સકારાત્મક પરિવર્તનોનો પુરાવો છે.

મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસ (મૂડીસ)એ તાજેતરમાં યસ બેંકનું રેટિંગ્સ અપગ્રેડ કરીને “સ્ટેબ્લ આઉટલૂક” કર્યું હતું. ક્રિસિલે ડિપોઝિટના સર્ટિફિકેટ માટે એનું રેટિંગ A2માંથી A2+ કર્યું હતું તથા ઇન્ડિયા રેટિંગ્સે એનું આઉટલૂક BBમાંથી સુધારીને BBB (ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ માટે સ્ટેબ્લ) અને B+BBB- (બેંક દ્વારા ઇશ્યૂ થયેલા બેસલ III ટિઅર 2 બોન્ડ્સ) કર્યું હતું.

શ્રી મહેતાએ કહ્યું હતું કે, “અમે યસ બેંકમાં સતત વૃદ્ધિના ત્રણ પરિબળો પર કામ કરે છે – ડિજિટલાઇઝેશન, મજબૂત વહીવટ અને જોખમનું માળખું તથા અમારા હિતધારકો સાથે સફળતાને વહેંચે છે. આ અમારી પરિવર્તનકારક સફરનો પાયો નાંખશે.”

પર્યાવરણ, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સ (ESG) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજનાના ભાગરૂપે બેંક એવી સંસ્થાનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં છે, જે એના ગવર્નન્સ અને જોખમ વ્યવસ્થાપનના ઊંચા ધારાધોરણો અને પ્રામાણિકતા માટે વિશ્વસનિય છે.

શ્રી મહેતાએ કહ્યું હતું કે, “આગળ જતાં નાણાકીય વર્ષ 2020-21 પરિવર્તનનું વર્ષ બની રહેશે, કારણ કે આપણે કોવિડ-19ની આરોગ્ય અને અર્થતંત્ર પરની માઠી અસરનો સામનો કરી રહ્યાં છીએ. મને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સંસ્થાઓ વચ્ચે અમારી ઉચિત સ્થિતિ ફરી મેળવવા ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે. યસ બેંક અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને એના તમામ હિતધારકોને મૂલ્ય પ્રદાન કરવા સતત પ્રેરિત કરે છે.”

યસ બેંકના ચેરમેને બેંકમાં ફરી વિશ્વાસ મૂકવા બદલ તમામ હિતધારકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમને સંસ્થાનો ભાગ બનવા બદલ ગર્વની લાગણી અનુભવી હતી, જેમણે આ સકારાત્મક પરિણામો આપવા બદલ નોંધપાત્ર આત્મવિશ્વાસ દાખવ્યો છે. ભારત સરકાર, આરબીઆઈ, અન્ય નિયમનકારો, રોકાણકારો, કિંમતી ગ્રાહકો, બોર્ડના સભ્યો તથા યસ બેંકના 21,000 અતિ ઉત્સાહી અને કટિબદ્ધ કર્મચારીઓના સાથસહકાર વિના સફળતાઓ અને પરિવર્તનો શક્ય નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.