Western Times News

Gujarati News

AMTSના વકરા પેટે માસિક બે કરોડની આવક સામે ઓપરેટરોને ૧૩ કરોડ ચુકવાશે

પ્રતિકાત્મક

AMTSની આવકમાં સામાન્ય અને ખોટમાં અસામાન્ય વધારો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા ૧૦૦ ટકા શરૂ થઈ ગઈ છે. લોકડાઉનના કારણે સદંતર બંધ રહેલી એએમટીએસ અને બીઆરટીએસની બસો અનલોક દરમ્યાન દોડતી થઈ હતી પરંતુ ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના મુજબ માત્ર પ૦ ટકા બસો જ રોડ પર મુકવામાં આવી હતી તથા પૂર્વ- પશ્ચિમ સેવા પણ બંધ રાખવામાં આવી હતી. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ૧૦૦ ટકા સેવાના પ્રથમ દિવસે પેસેન્જરની સંખ્યામાં ૬૦ ટકા જેટલો વધારો જાેવા મળ્યો હતો જયારે આવકમાં ર૦ ટકા વધારો થયો હતો. નાગરીકોની સુવિધા ખાતર શરૂ કરવામાં આવેલી સેવાના કારણે એએમટીએસ અને બીઆરટીએસની ખોટમાં વધારો થશે તેમ માનવામાં આવી રહયુ છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સામાન્ય દિવસોમાં ૬પ૦ જેટલી બસો રોડ પર મુકવામાં આવે છે તથા દૈનિક સરેરાશ રૂા.રપ લાખ જેટલો વકરો થાય છે. અનલોક-વનની જાહેરાત બાદ મનપા દ્વારા પ૦ ટકા બસો દોડાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. રોજ ૩પ૦ જેટલી બસો રોડ પર મુકવામાં આવતી હતી દૈનિક પ૦ હજાર જેટલા પેસેન્જર તેનો લાભ લેતા હતા

જયારે દૈનીક સરેરાશ આવક રૂા.પાંચ લાખ જેટલી થતી હતી. રાજય સરકારની સુચના બાદ મ્યુનિ. કોર્પોરેશને એએમટીએસ અને બીઆરટીએસની ૧૦૦ ટકા સેવા શરૂ કરી છે ૧૦ સપ્ટેમ્બરે એએમટીએસ દ્વારા પ૬૦ બસો રોડ પર મુકવામાં આવી હતી.

પ્રથમ દિવસે અંદાજે ૮ર હજાર પેસેન્જરો એ લાભ લીધો હતો તથા રૂા.૬.૮૦ લાખની આવક થઈ હતી. લગભગ ચાર મહીનાથી બસો બંધ હોવાથી બેટરી સહીત અનેક સમસ્યા થઈ હતી જેના કારણે પ્રથમ દિવસે રોડ પર ઓછી બસો મુકવામાં આવી હતી. બીજા દિવસે (૧૧ સપ્ટેમ્બર) સંસ્થા દ્વારા ૬પ૦ બસો રોડ પર મુકવામાં આવી હતી તથા પ્રથમ શીફટમાં રૂા.૩.૯પ લાખનો વકરો થયો હતો.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

શહેરીજનોની સુવિધા માટે જનમાર્ગ લીમીટેડ દ્વારા પણ ૧૦૦ ટકા સુવિધા શરૂ કમરવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલ સુવિધાના પ્રથમ દિવસે સંસ્થા દ્વારા ર૦૬ બસો રોડ પર મુકવામાં આવી હતી. જેનો લાભ ૪૪ હજાર પેસેન્જરોએ લીધો હતો તથા રૂા.પ.ર૮ લાખ આવક થઈ હતી. સામાન્ય દિવસો દરમ્યાન જનમાર્ગમાં ૧.પ૦ પેસેન્જર અને રૂા.૧૯ લાખની આવક થાય છે. જનમાર્ગ દ્વારા ૩૦ બસો મેડીકલ સુવિધા માટે આપવામાં આવી છે. એએમટીએસ અને જનમાર્ગ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે.

IAS અધિકારીની બદલી થતા લોકો રડવા લાગ્યા

તેથી તેની બેઠક ક્ષમતા કરતા પ૦ ટકા પેસેન્જર જ લેવામાં આવે છે. જયારે સ્ટેન્ડીંગ પેસેન્જરની બાદબાકી કરવામાં આવી છે જેના કારણે પણ આવક અને પેસેન્જરની સંખ્યા પર અસર થઈ છે સાથે સાથે ખોટનો ખાડો પણ વધી રહયો છે. અત્રે નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન બસ સેવા સંપુર્ણપણે બંધ રહી હતી તેવા સંજાેગોમાં એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોને ૩૦ ટકા લેખે રૂા.૭.પ૦ કરોડ પેમેન્ટ આપવામાં આવ્યુ હતુ.

જયારે અનલોકમાં પ૦ ટકા બસોના ૧૦૦ ટકા અને બાકી બંધ રહેલી પ૦ ટકા બસોના ૩૦ ટકા પેમેન્ટ આપવામાં આવશે. જયારે ૧૦ સપ્ટેમ્બરથી તમામ બસો રોડ પર મુકવામાં આવી હોવાથી ખાનગી ઓપરેટરોને ૧૦૦ ટકા પેમેન્ટ ચુકવવામાં આવશે. દૈનીક સરેરાશ આવક રૂા.રપ લાખથી ઘટીને રૂા.૬.પ૦ લાખ થઈ છે.

ક્રિકેટર પૃથ્વી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે : રિપોર્ટ

જેની સામે ૧૦૦ ટકા પેમેન્ટ પેટે માસિક રૂા.૧૩ કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂા.૧૮.પ૦ લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂા.૧૯ લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. ૧ જુનથી ૯ સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂા.ર૧ કરોડનું નુકશાન થઈ ચુકયુ છે ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ૧૦૦ ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં રૂા.૧૮ લાખનું નુકશાન થશે.

જયારે કોન્ટ્રાકટરોને ૧૦૦ ટકા પેમેન્ટ આપવામાં આવશે. ૧૦ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ માટે દૈનિક સરેરાશ આવક રૂા.સાત લાખ લેખે ગણત્રી કરવામાં આવે તો કુલ આવક રૂા.ર.૧૦ કરોડ થશે. જેની સામે કોન્ટ્રાકટરોને રૂા.૧૩ કરોડ ચુકવવામાં આવશે. આમ એક જ મહીનામાં ખોટમાં રૂા.૧૦ કરોડનો વધારો થશે.

પાક નિષ્ફળ જતા ખેડૂતે ખેતરમાં આપઘાત કરી લીધો

સામાન્ય દિવસો દરમ્ય્ન દૈનિક આવક રૂા.રપ લાખ થાય છે. તેથી માસિક રૂા.૭.પ૦ કરોડ લેખે ગણત્રી કરતા ખોટની રકમ રૂા.પ.પ૦ કરોડ થાય છે જયારે હાલના સંજાેગોમાં ખોટની રકમમાં વધારો થશે. શહેરીજનોની સુવિધા તથા જનજીવન થાળે પાડવા માટે સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહયા છે તેથી નફા-નુકશાનની ગણતરી કરવામાં આવતી નથી તેમ છતાં એએમટીએસમાં પગાર-પેન્શન તથા ખાનગી ઓપરેટરોના બીલ પેટે થઈ વાર્ષિક રૂા.૪ર૦ કરોડનો ખર્ચ થાય છે. જેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.૩૧પ કરોડ લોન પેટે આપવામાં આવે છે તથા વકરા અને જાહેરાત આવક પેટે વાર્ષિક રૂા.૧૧૦ કરોડની આવક થઈ છે. ર૦ર૦-ર૧માં વકરાની આવકમાં નુકશાન થ રહયુ હોવાથી મનપા દ્વારા લોનમાં રૂા.૩૦ થી ૪૦ કરોડ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.