Western Times News

Gujarati News

પાક નિષ્ફળ જતા ખેડૂતે ખેતરમાં આપઘાત કરી લીધો

પ્રતિકાત્મક

જૂનાગઢ: સામાનન્ય રીતે આર્થિક ભિંસના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જ્યાં ૧૫થી ૨૦ વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેડૂતે પોતાનો પાક નિષ્ફળ ગયો છે. તેવી ભીતિથી આપઘાત કરી લીધો હતો.

અતિવૃષ્ટિને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હતો અને પોતે વાવણીમાં ખર્ચેલ પૈસાનું વળતર પણ નહીં મળે એવા ડરથી પોતાની વાડીએ સળગી જઈ આત્મહત્યા કરી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે ખેડૂત બાબુ રાજા પોકિયા ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ તપાસ કરતા સળગેલી હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પરિવારજનોએ પોલીસને નીવેદન આપ્યું છે કે થોડા દિવસોથી તેઓ મૂંઝવણમાં હતા અને પાક ફેઈલ જશે તો દેવામાં ડુબી જશુ તેવું પોલીસને નીવેદન આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે સમગ્ર ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં સિઝનની શરુઆતથી વરસાદ પડી રહ્યો હતો. એક તબક્કે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ હતી. ખેતરો સહિત ગામોમાં પાણી ભરાવાની દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આમ ખેતરોમાં પાણી ભરાવવાના પગલે ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું. આમ ભારે વરસાદના કારણે પણ ખેડૂતોને પાક નિષ્ફળ જતાં રોવાનો વારોય આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.