Western Times News

Gujarati News

વિજયનગર પોલીસે કાલવણ પાસેથી સ્વીફ્ટ ગાડીનો પીછો કરી  ૭૨,૧૨૦ રૂ નો દારૂ પકડ્યો 

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા  સાહેબ સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિંક સાહેબ ની સુચનાઓ તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.અેમ.ચૌહાણ ના માગૅદશૅન હેઠળ ગેરકાયદેસર રીતે પ્રોહિબિશનની હેરાફેરી કરી ગુજરાતમા અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ છે


જે અન્વયે વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અેમ.બી.કોટવાલ તથા પોલીસ સ્ટાફના અનામૅ હેડ કોન્સે ગજેન્દ્રકુમાર કચરાજી તથા અ.હે.કો મુકેશકુમાર અમરાજી તથા અ.પો.કો વિજયભાઇ રામજીભાઇ તથા અ.પો.કો. કલ્પેશકુમાર મોહનભાઈ વિજયનગર પોલીસ સ્ટેશનના કાલવણ ઉપર વાહન ચેકીંગમા હતા

દરમ્યાન બાતમીથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીનો પીછો કરી  તે ગાડી નંબર GJ-18-BA-8327 ને પકડી પાડી  તે ગાડીમા ગે.કા. અને પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ-૨૮૮ મળી કિ.રૂ. ૭૨,૧૨૦ તથા ગાડી ની કી.રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ.રૂ. ૩,૨૨,૧૨૦ નો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી વિજયનગર પો.સ્ટે. ધી ગુજરાત પ્રો.હિ. અેક્ટ કલમ ૬૫અેઇ, ૧૧૬બી૮૧,૯૮(૨) મુજબ ગુન્હો નોધી આરોપીની તપાસ ચાલુ કરવામાં આવિ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.