Western Times News

Gujarati News

કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદ અને સિબ્બલનું કદ ધટાડાયું

ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહામચિવ પદેથી હટાવી દેવામાં આવ્યા,આઝાદ અને આનંદ શર્મા ફકત વર્કિગ કમિટિના સભ્ય રહેશે

નવીદિલ્હી, કોંગ્રેસમાં મોટો ફેરફાર કરતા ૨૩ નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહામચિવ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. સોનિયા ગાંધી માટે બનાવેલી સલાહકાર સમિતિમાં પણ ગુલાન નબી આઝાદનોે સમાવેશ કરવામાં આવ્યો નથી ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્મા ફકત વર્કિગ કમિટિના સભ્ય રહેશે જિતિન પ્રસાદને બંગાળ પ્રભારી બનાવવામાં આવ્યા છે આ ફેરફારમાં કપિલ સિબ્બલનું પણ કદ ધટયું છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

શક્તિસિંહ ગોહીલને દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે રાજીવ સાતવને ગુજરાત દાદરાનગર હવેલી દમણ અને દિવસના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.આશાકુમારીની પંજાબમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે હરીશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવનું પદ સંભાળશે પાર્ટીમાં રણદીપસિંહ સુરજેવાલાનું કદ વધ્યું છે તે મહાસચિવ પદ પર યથાવત રહેશે આ સિવાય સોનિયા ગાંધીને પરામર્શ આપનાર કમિટીમાં પણ સમાવેશ થયો છે સુરજેવાલાએ કર્ણાટકના પ્રભારી પણ બનાવ્યા છે કોંગ્રેસ કાર્યસમિતિમાં રાહુલ ગાંધીનું કદ હજુ પણ ઉપર છે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પછી રાહુલનું ત્રીજુ સ્થાન છે રાહુલના ખાસ મધુસુદન મિસ્ત્રીનું કદ પણ વધ્યું છે અરવિંદરસિંહ સિવલનું પણ પણ કદ વધ્યું છે.

સોનિયા ગાંધીએ પાર્ટી મામલામાં પોતાની મદદ માટે વિશેષ સમિતિ ગઠિત કરી છે જેમાં એ કે એન્ટોની અહમદ પટેલ અંબિકા સોૌની કે સી વેણુગોપાલ મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ કર્યો છે. સોનિયા ગાંધીએ પી ચિદમ્બરમ જિતેન્દ્રસિંહ તારિક અનવર અને રણદીપ સુરજેવાલાને સીડબ્લ્યુસીના નિયમિત સભ્ય બનાવ્યા છે.
વાસનિકને મધ્યપ્રદેશની, ઓમન ચાંડીને આંધ્રપ્રદેશની તારિક અનવરને કેરલ અને લક્ષ્યદ્રીપ જિતેન્દ્રસિંહને અસમ અને અજય માકનને રાજસ્થાનની જવાબદારી આપવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.