Western Times News

Gujarati News

આંગણવાડીઓમાં સપ્ટે.માસને “પોષણ માહ” તરીકે ઉજવાશે

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પો. આઈસીડીએસ વિભાગમાં ૧થી ૧૭ ઘટક કાર્યરત છે. જેમાં કુલ ૨૧૦૧ આંગણવાડી કાર્યરત છે. જે આંગણવાડીઓ એએમસીના વિવિધ વોર્ડમાં કાર્યરત છે. “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી સપ્ટે.-૨૦૨૦માં કરવાની થાય છે. આ અંતર્ગત રાજ્ય સરકાર અને મહિલા અને બાળવિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પૂરક પોષણના લાભ આપવાની સાથે સાથે આંગણવાડી કાર્યકર બહેનો પોતાના તાબા વિસ્તારની સગર્ભા મહિલાઓને સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળ જન્મ માટે લેવાતી કાળજી અને તકેદારીનું માર્ગદર્શન અને તે અંગે જાગૃતિ કેળવવામાં આવે છે.

સગર્ભાવસ્થાથી ૨૪ મહિનાની વય સુધીના બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ નવજાત શિશુની અને માતાને મળતી સારસંભાળ અંગે યોગ્ય જાણકારી અને અમલવારી બાળ વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને અનુલક્ષીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટે. મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને તેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ૧૦૦૦ દિવસ દરમિયાન બાળકની યોગ્ય કાળજી કેવી રીતે લેવી અને એનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સમયગાળો ૩ અવસ્થામાં વહેંચી શકાય. પ્રથમ તબક્કો ૨૭૦ દિવસની સગર્ભાવસ્થા છે. તે દરમિયાન ગર્ભધારણની જાણ થાય કે તુરંત જ નજીકની આંગણવાડીમાં સગર્ભાની નોંધણી કરાવવી જાેઈએ જેથી આ સમય માટેની આરોગ્ય કાળજી તેને લાભ મળી રહે. આ સમય દરમિયાન સગર્ભાને સમતોલ આહાર અને પૂરતો આરામ મળે તે જરૂરી છે. ઉપરાંત તેને લોહતત્વ-આર્યન અને કેલ્શિયમની ગોળીઓનું નિયમિત સેવન કરાવવું જરૂરી છે.

બાળકના જન્મથી ૬ માસ સુધી (૧૮૦) દિવસ દરમ્યાનમાં પહેલાં તો જન્મના પહેલા ૧ કલાકમાં અને ૬ માસ સુધી બાળકને માતાના ધાવણ સિવાય કશું જ આપવું ના જાેઈએ. પરંપરા પ્રમાણે ગળથૂથી, મધ કે પાણી પણ આપવું હિતાવહ નથી. જ્યારે જન્મના ૬ માસ પૂરા થયા પછી જ બાળકને ઉચિત, પાચનમાં હલકો એ પોષક ઉપરી આહાર આપવાનું શરૂ કરવું જાેઈએ, અને બાળકની ઉંમર વધે તેમ તેમ આહારમાં પ્રમાણસર વધારો કરવો જાેઈએ. તેથી સાથે બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધી માતાનું ધાવણ ચાલુ રાખવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.