Western Times News

Gujarati News

ફિયાન્સ દ્વારા કિશોરીને ઘરે બોલાવીને વારંવાર દુષ્કર્મ

અમદાવાદ, સગાઇ બાદ કિશોરીને ફિયાન્સે પોતાના ગામે બોલાવી હતી. જેથી ફિયાન્સી પરિવારને જાણ કર્યા વગર ત્યાં પહોંચી ગઇ હતી. જ્યાં ફિયાન્સે તેને ખેતર બતાવવા લઇ જાઉ તેમ કહી ખેતરે લઇ ગયો હતો. જ્યાં અવાર નવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરીને ફિયાન્સની માતા સરદાનગર આવી મુકી જતી રહી હતી. જેથી કિશોરીની માતાએ આ મામલે ફિયાન્સ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે શહેરના કુબેરનગર વિસ્તારમાં ૧૭ વર્ષિય કિશોરી પરિવાર સાથે રહે છે.

ત્રણ વર્ષ પહેલા કિશોરીની સગાઇની વાત એક યુવક સાથે કરી હતી. ત્યારબાદ કિશોરી અને તેનો પરીવાર યુવકના ગામે ગયા હતા અને સગાઇની વાત પણ કરી હતી. જેથી યુવક અને કિશોરી અવાર નવાર ફોન પર વાત કરતા હતા. ૧૪ ઓગષ્ટના રોજ કિશોરીની માતા બહાર ગઇ હતી. માતા પરત આવ્યા બાદ જોયું તો કિશોરી ઘરે ન હતી. જેથી તેને મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉપાડ્યો ન હતો.

જેથી પરિવારે તેની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી આવી ન હતી. બીજા દિવસે વહેલી સવારે કિશોરીએ માતાને ફોન કરી કહ્યું હતું કે, તે તેના ફિયાન્સ સાથે તેના ઘરે રોકાઇ છે. જેથી માતાએ વાંધો લીધો ન હતો. બે ત્રણ દિવસ બાદ ફરી કિશોરીને ફોન કરી માતાએ તેના ખબર અંતર પુછ્યા હતા. ૭ સપ્ટે.ના રોજ કિશોરી ઘરે આવી હતી. ત્યારે માતાએ પુચ્છા કરી હતી કે, કોની સાથે પરત આવી. ત્યારે કિશોરીએ જણાવ્યું હતું કે, ફિયાન્સની માતા નરોડા પાટીયા ખાતે મુકી ગઇ હતી. જ્યાંથી એકલી ઘરે આવી ગઇ છું. જો કે, ઘરે આવ્યા બાદ કિશોરી સુમસામ રહેતી હતી. માતાએ ફિયાન્સ સામે બળાત્કાર અને અપહરણ તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.