Western Times News

Gujarati News

મોદી – રાષ્ટ્રપતિ સહિત તમામ પર ચીન નજર રાખી રહ્યું છે

નવી દિલ્હી: ચીન સરકાર અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલી એક મોટી ડેટા કંપની ઓછામાં ઓછા ૧૦ હજાર ભારતીયોના રિયલ ટાઇમ ડેટા પર નજર રાખી રહી છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષની મોટી નેતા સોનિયા ગાંધી અને તેમનો પરિવાર, વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી, ન્યાયતંત્રથી લઈને ઉદ્યોગ જગતની મોટી હસ્તીઓ અને ત્યાં સુધી કે મીડિયા સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. યાદીમાં કેટલાક અપરાધી અને આરોપીઓના નામ પણ સામેલ છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આ કંપની હાઇબ્રીડ વોરફેર અને ચીની રાષ્ટ્રના વિસ્તાર માટે બિગ ડેટાના ઉપયોગમાં પોતાને સૌથી આગળ ગણાવે છે. ઝેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડ તરફથી આ લોકો પર રિયલ ટાઇમ નજર રાખવામાં આવી રહી છે. તેમાં આ લોકો સાથે જોડાયેલી દરેક નાનામાં નાની જાણકારીને સામેલ કરવામાં આવી રહી છે. જે લોકો પર નજર રાખવામાં આવી રહી છે

તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજસ્થાનના ઝ્રસ્ અશોક ગહલોત, પંજાબના ઝ્રસ્ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મધ્ય પ્રદેશના ઝ્રસ્ શિવરાજસિંહ ચૌહાણ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનું નામ પણ સામેલ છે. કેટલાક કેબિનેટ મંત્રીઓના રિયલ ટાઇમ ડેટા પણ ચીનની નજરમાં છે. તેમાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કપડા મંત્રી સ્મૃતિ ઈરાની, રેલ મંત્રી તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના નામ પણ સામેલ છે. બીજી તરફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતથી લઈને ત્રણ સેનાના ઓછામાં ઓછા ૧૫ પૂર્વ પ્રમુખોના નામ પણ યાદીમાં છે.

આ ઉપરાંત, રિપોર્ટ મુજબ, ચીનની નજર ન્યાયતંત્ર ઉપર પણ છે. ભારતના ચીફ જસ્ટિસ એસએ બોબડે, તેમના સાથી જજ એમએમ ખાનવિલકરથી લઈને લોકપાલ જસ્ટિસ પીસી ઘોષ અને નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક જીસી મુર્મૂ પણ ચીનની ટાર્ગેટ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ચીન તેની સાથે જ કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓ ઉપર પણ નજર રાખી રહ્યું છે. તેમાં અજય ત્રેહનથી લઈને રતન ટાટા અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓના નામ છે.

આ પણ વાંચો, ચીની સેના ભારત સામે થઈ ફ્લોપ, શું હશે શી જિનપિંગની આગામી ચાલ? રિપોર્ટ મુજબ, ચીનની ડેટા કંપની રાજકીય અને સરકારી પ્રતિષ્ઠાનોથી પ્રભાવી લોકો, બ્યૂરોક્રેટ્‌સ, સાયન્ટિસ્ટ, પત્રકાર, શિક્ષાવિદ, એક્ટર્સ, એક્ટ્રેસ, કેટલાક ખેલાડઓ પર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આ યાદીમાં ક્રિમિનલ અને ભ્રષ્ટાચાર-આતંકવાદ સાથે જોડાયેલા અભિયુક્ત પણ સામેલ છે. રિપોર્ટ મુજબ, ચીની ડેટા કંપનીની આ યાદીમાં ભારતીય મીડિયા સાથે જોડાયેલા ધ હિન્દુના એડિટર ઇન ચીફ એન. રવિ, ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી, ઈન્ડિયા ટુડેના ગ્રુપ કન્સ્લટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ, પીએમઓમાં મીડિયા સલાહકાર સંજય બારૂ અને ઈન્ડિયન એક્સપ્રેસના મુખ્ય સંપાદક રાજ કમલ ઝાનું નામ સામેલ છે.

રિપોર્ટ મુજબ, ચીની કંપનીએ ખેલાડીઓ અને કલાકારોને પણ છોડ્યા નથી. યાદીમાં ખેલ, સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા લોકોના નામ પણ છે. તેમાં સચિન તેંડુલકર, ફિલ્મ ડાયેરેક્ટર શ્યામ બેનેગલ, ક્લાસિકલ ડાન્સર સોનલ માનસિંહ, પૂર્વ અકાલ તખ્ત જથ્થેદા ર ગુરુબચન સિંહ, અનેક ચર્ચોના બિશપ, પાદરી, ધર્મગુરુ, રાધે મા, નિરંકારી મિશનના હરદેવ સિંહનું નામ પણ યાદીમાં સામેલ છે. રિપોર્ટ મુજબ, ઈન્ડિયન એક્સપ્રસે બિગ ડેટા ટૂલ્સના ઉપયોગ કરતાં ઝેનહુઆના આ ઓપરેશન્સ સાથે જોડાયેલી મેટા ડેટાની તપાસ કરી. ત્યારબાદ આ વાતનો ખુલાસો થયો. તપાસમાં મોટાપાયે લોકો ફાઇલના ડમ્પથી ભારતીય સંસ્થાનો સાથે જોડાયેલી જાણકારી મળી. ડેટા લીક કરનારી કંપનીએ તેને ઓવરસીઝની ઇન્ફોર્મેશન ડેટા બેઝનું નામ આપ્યું. આ ડેટા બેઝમાં એડવાન્સ લેગ્વેજ, ટાર્ગેટિંગ અને ક્લાસિફિકેશન ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અસંખ્ય એન્ટ્રી કોઈ કારણ વગરની છે.

તેમાં યૂનાઇટેડ સ્ટેટ્‌સ, યૂનાઇટેડ કિંગડમ, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યૂએઈની પણ એન્ટ્રી છે. રિપોર્ટ મુજબ, ૧ સપ્ટેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી વેબસાઇટમાં આપવામાં આવેલા ઇ-મેલ આઈડી પર એક ક્વેરી મોકલવામાં આવી હતી, જેનો કોઈ જવાબ આવ્યો નહીં. ૯ સપ્ટેમ્બરે આ કંપનીએ પોતાની વેબસાઇટ પેસિવ કરી દીધી છે. હવે તે ખુલી નથી રહી. રિપોર્ટ મુજબ, દિલ્હીમાં ચીની દૂતાવાસના એક સૂત્રએ કહ્યું કે, ચીને કંપનીઓ કે વ્યક્તિઓની ચીની સરકાર માટે બેકડોર કે સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરવાના અન્ય દેશોના ડેટા ચોરવા માટે નથી કહ્યું. જોકે,

સવાલ એ છે કે જો ચીની સરકારે આવું નથી કહ્યું તો ચીની સરકારે ઓકેઆઈડીબી ડેટાનો ઉપયોગ કયા ઉદ્દેશ્યથી કર્યો? કેનબેરા (ઓસ્ટ્રેલિયા)ના સાબઇર સિક્યુરિટી, ટેક અને ડેટા એક્સપર્ટ રોબર્ટ પોર્ટરનું કહેવું છે કે દરેક દેશ પોતપોતાની રીતે ફોરેન વિજિલન્સ કરતું હોય છે. પરંતુ જે રીતે ચીને બિગ ડેટા સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોય કર્યો છે, તેનાથી ચીને ફોરેન વિજિલન્સને નવા એક લેવલ પર પહોંચાડી દીધું છે.પોર્ટર કહે છે કે, ચીન જે લોકોની જાણકારી લઈ રહ્યું છે, તેની રેન્જ દર્શાવે છે કે તેઓ હવે હાઇબ્રિડ વોરફેરની વ્યૂહાત્મક મૂલ્યોને લઈને ઘણા ગંભીર છે. ચીનની પાસે અમૂલ્ય ડેટા છે, જેનો અનેક રીતે ફાયદો ઉઠાવી શકાય છે. નોંધનીય છે કે, પોટર ઝેનહુઆ ડેટા સેન્ટરની ઈન્ફોર્મેશનને વેરિફાય કરવામાં સોર્સની સાથે કામ કરી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.