Western Times News

Gujarati News

કેન્સરની ટ્રિટમેન્ટ છતાં સંજય દત્તે શમશેરાનું શૂટિંગ પુરું કર્યું

મુંબઇ: કેન્સર જેવી ગંભીર બીમારી છતાં એક્ટર સંજય દત્તે તાજેતરમાં પોતાની ફિલ્મ શમશેરાનું શૂટિંગ પૂરું કર્યું. આવું પહેલીવાર નથી થયું. આના પહેલા પણ ડિરેક્ટર અનુરાગ બસુ અને ઈરફાન ખાન જેવા જાણીતા લોકોએ કેન્સરના નિદાન બાદ પણ શૂટિંગ કર્યું છે. શું આ અભિનય પ્રત્યેનો તેમનો જુસ્સો હતો કે પછી કૉન્ટ્રાક્ટથી બંધાયેલા હોવાની મજબૂરી. નવભારત ટાઈમ્સે જાણવાનો પ્રયત્ન કર્યો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સંજય દત્ત પોતાની કિમોથેરાપીનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી ચૂક્યો છે.

બીજા રાઉન્ડ પહેલા તેણે પોતાની ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ પૂરું કર્યું. સંજય સારવાર માટે પહેલા યુએસ જવાનો હતો પણ પછી તેની પત્ની માન્યતાએ ઑફિશિયલ સ્ટેટમેટન્ટ રજૂ કરીને કહ્યું કે, સંજય પહેલા પોતાના ફર્સ્‌ટ સ્ટેજની ટ્રિટમેન્ટ મુંબઈમાં જ કરાવશે. સૂત્રો અનુસાર સંજય દત્તે ‘શમશેરા’નું દોઢ દિવસનું શૂટિંગ પૂરું કર્યું. આ ફિલ્મનું રેપઅપ શૂટ હતું જે મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં પૂરું કરવામાં આવ્યું. શૂટિંગમાં સંજય દત્તનું પેચવર્કનું કામ બાકી હતું જે પૂરું કરી લેવાયું. શૂટ પર તે એકલો જ હતો, હવે ફિલ્મ પૂરી થઈ ચૂકી છે અને હવે કરણ મલ્હોત્રા નિર્મિત અને રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર આ ફિલ્મનું પોસ્ટ પ્રૉડક્શન શરૂ થઈ ગયું છે.

બે દિવસ પહેલા જ સંજય દત્તની પત્ની માન્યતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું, ‘રૂક જાના નહીં તૂ કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાએં બહાર કે આપણે જિંદગીમાં સારા દિવસોને પાછા લાવવા ખરાબ દિવસો સાથે લડવું પડે છે.

આ જ દિવસ સંજયને યશરાજ સ્ટૂડિયોની બહાર જોવામાં આવ્યો હતો જ્યાં તે શમશેરાના શૂટિંગ પરથી પરત ફર્યો હતો. કેન્સરગ્રસ્ત રિશિ કપૂરની છેલ્લી ફિલ્મ ૧૦૨ નૉટ આઉટના ડિરેક્ટર ઉમેશ શુક્લા કહે છે કે, ‘આ કલાકારના પોતાના કામ અને કમિટમેન્ટ પ્રત્યેના ઝનૂન જ હોય છે જે કેન્સર જેવી ખતરનાક બીમારી છતાં તેમને શૂટિંગ કરવા માટે પ્રેરિત કરે છે.

સંજયે પણ તે ઝનૂનને કારણ શૂટિંગ કર્યું. કેન્સર પીડિત લોકો ખૂબ પીડા અને બ્રેકડાઉનમાંથી પસાર થાય છે પણ તેમનું કામ તેમને રાહત આપે છે. મારી સામે સૌથી મોટું આદર્શ ઉદાહરણ રિષિ કપૂર સાહેબ રહ્યા છે. તેઓ દિલ્હીમાં જૂહી ચાવલા સાથે ‘શર્માજી નમકીન’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને કેન્સરની જાણ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ન્યૂયૉર્ક લઈ જવામાં આવ્યા. હું જ્યારે પણ તેમને મળતો ત્યારે તેઓ કેન્સરને બદલે માત્ર ફિલ્મોની વાતા કરતા. તેઓ અમિતાભ સાથેની ફિલ્મ પર કામ શરૂ કરવા માગતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.