Western Times News

Latest News from Gujarat

યોશીહિદે જાપાની સત્તારૂઢ પાર્ટીના નવા પ્રમુખ બન્યા: આબેની જગ્યા લેશે

ટોકયો, યોશિદે સુગા જાપાની સત્તારૂઢ લિબરેશન ડેમોક્રેટિક પાર્ટી એલડીપીના અધ્યક્ષની ચુંટણીમાં ચુંટાઇ આવ્યા છે જાે કે સંસદના નીચલા ગૃહમાં એલડીપીની બહુમતિ છે આથી તેમના દેશના નવા વડાપ્રધાન બનવાનો માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. સંસદજની અંદર ઔપચારિક રીતે તેના પર મહોર લગાવવામાં આવશે તે આરોગ્ય કારણોથી ગત મહીને પદ છોડનાર એ બી શિંજાેની જગ્યા લેશે.

વર્ષ ૨૦૧૨થી એબી શિંજાેની સરકારમાં ચીફ કેબિનેટ સેક્રેટરી રહેલ સુગાને ૫૩૪માંથી ૩૭૭ મત મળ્યા જયારે તેમના હરીફ અને પૂર્વ રક્ષા મંત્રી શીગેરૂ ઇશિબાને ૬૮ અને બીજા હરીફ અને પૂર્વ વિદેસ મંત્રી ફુમિઓ કિશિદાને ૮૯ મત મળ્યા સુગા એબી શિજાેના બાકી બચેલ કાર્યકાળ એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી વડાપ્રધાન રહેશે.

એ યાદ રહે કે શિજાે લગભગ આઠ વર્ષ સુધી જાપાનના વડાપ્રધાન રહ્યાં ૭૧ વર્ષીય યોશિંદે સુગા ઉત્તરી જાપાનથી સંબંધ ધરાવે છે અને તેમના પિતા સ્ટ્રોબેરીની ખેતી કરતા હતાં. એબી શિંજાેના જમણા હાથ મનાતા સુગાને પડદા પાછળથી કામ કરવા માટે જાણીતા માનવામાં આવે છે સુગા સ્વયંને સુધારવાદી બતાવે છે અને કહે છે કે નોકરશાહીની ક્ષેત્રીય અવરોધોને તોડી તેમણે નીતિઓને લાગુ કરવામાં સફળતા મેળવી છે. દેશની અંદર રાજનીતિક કૌશલ માટે જાણીતકા સુગાએ ખુબ ઓછી વિદેસ યાત્રા કરી છે. આવામાં તેમના રણનીતિક કૌશલને લઇ જાણકારી ના બરાબર છે.

માનવામાં આવે છે કે સુગા આર્થિક અને વિદેશ નીતિમાં એબી શિંજાેની નીતિઓનું અનુસરણ કરશે વડાપ્રધાનનું પદ સંભાળનાર સુગાની સામે પડકારો પણ ઓછા નથી તેમણે કોરોના મહામારી નબળી અર્થવ્યવસ્થાની સાથે સાથે પૂર્વ ચીન સાગરમાં બીજીંગના વધતા આક્રમણ વલણનો પણ જવાબ આપવો પડશષે ટોકયો ઓલિંપિકની તૈયારીઓ પર પણ તેમને નિર્ણય લેવાના રહેશે જાે કે તેમના માટે એ રાહતની વાત છે કે ઓલંપિકને આગામી વર્ષ જુલાઇ સુધી ટાળી દેવામાં આવી છે સુગાને નવા અમેરિકી રાષ્ટ્‌પતિ સાથે પણ સારા સબંધ સ્થાપિત કરવાના રહેશે શિજાેએ ગઇ મહીને રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી તેમનું આરોગ્ય સારૂ નહીં રહેતા તેમણે આ નિર્ણય કર્યો હતો.HS