Western Times News

Gujarati News

માંડવી તાલુકાના શિક્ષકે બનાવી પ્રથમ હરતી ફરતી પ્રાથમિક શાળા

કારમાં લેપટોપથી સંચાલિત ૪ર ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરાયું-માંડવી તાલુકાના હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં કરાયો પ્રથમવાર નવતર પ્રયોગ

કારના મહામારીના કપરા કાળમાં એક શિક્ષકને અનોખો વિચાર આવ્યો, માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને
બજન તમના ઘરે જઇને શિક્ષણ આપું તેવો વિચાર આવ્યો  અને તેમણે તેનો આરંભ હુંદરાઇબાગ પ્રાથમિક શાળાએથી કર્યો હતો.

પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઇ મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંચહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા ગામના બાળકોને ઘર આંગણે જઇને ઇલેક્ટરોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે,

તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેઘાણીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવીને શાળાના કંપાઉન્ડમાં ઇન્ટરલોક નાખવાની જાહેરાત કરી હતી. આ પસંગે ગામના , નાયબ જિ.પા.શિ.કમલેશ ખટયારિયા, શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ જાડેજા, પભુલાલ નાગુ, દામજી મોતા, લધાશંકર મોતા, પ્રભુલાલ જોષી, પ્રેમજી નાગુ જોડાયા હતા. આર્થિક દાતા પ્રેમીલાબેન જેઠાલાલ મોતા પરિવાર તથા તેમના પુત્ર જવેશ જે. મોતા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.