Western Times News

Gujarati News

વિરપુરમાં ભાજપના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિરપુર:  દરેક યુવાઓના પ્રેરણાસ્ત્રોત, રાષ્ટ્રના યશસ્વી અને ઉર્જાવાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીના ૭૦ માં જન્મદિવસ હર્ષભેર ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આજ રોજ મહીસાગર જીલ્લાના વિરપુર મુકામે અને ગ્રામ્ય કક્ષાએ ઠેરઠેર ભાજપના કાર્યકરો દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપા દ્વારા તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ યોજાશે

વિરપુરના સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વિરપુર નગરના સરપંચ દીપીકાબેન સોની, પારૂલભાઈ સોની, મહેન્દ્રભાઈ બારોટ,બીલ્કીસબેન અબ્બાસી,મુકેસ શ્રીમાળી સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પુનમ પગી વિરપુર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.