Western Times News

Gujarati News

ગાંધીનગર તાલુકા પંચાયતમાં સતત બીજીવાર કોંગ્રેસ

(એજન્સી),ગાંધીનગર, ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઇ છે.ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે ભાજપ પાસેથી કોંગ્રેસે બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ છીનવ્યું છે.

ચુંટણીના પરિણામ વિષે તાલુકા વિકાસ અધિકારી જીએ ધાંધલીયાએ કહ્યું કે કોંગ્રેસના પ્રમુખને ૧૬ સભ્યોનો ટેકો મળતા તેઓ વિજેતા થયા છે તેમજ ભાજપના ઉમેદવારની હાર થઇ છે ઉપપ્રમુખની ચુંટણી માટે સુરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારને ૧૬ મત મળ્યા છે જેથી તેઓ વિજેતા થયા છે આમ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદ્‌ત માટે વિજેતા થયા છે ગાંધીનગર તાલુકા પંચાયતના નવા ચુંટાયેલા પ્રમુખ ગોપાલજી પોતાની જીત વિષે તાલુકાનો સંપૂર્ણ વિકાસ થાય તેવી અપેક્ષા સાથેનો દાવો કર્યો છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની ચુંટણી મામલે આજે પુન સામાન્ય સભા મળી હતી સામાન્ય સભા બાદ ચુંટણી પ્રક્રિયા શરૂ થઇ હગતી ગાંધીનગર તાલુકા પંચાયતની ચુંટણી યોજવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.