Western Times News

Gujarati News

માતરમાંથી દેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો સાથે એક ઇસમને ઝડપી પાડતી LCBખેડા

 પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશવિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો / લીસ્ટેડ બુટલેગરો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચના કરેલ છે સુચનાની અમલવારીના ભાગરૂપે  એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી જીલ્લામા દેશી / વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ તપાસ રાખી રેઇડો કરી આવી બદીને ડામી દેવા સુચના કરેલ .

જે અનુસંધાને ગઇ તા .૧૬ / ૦૯ / ૨૦૨૦ ના રોજ એલ.સી.બી.સ્ટાફના અ.હેડકો . વિનોદકુમાર તથા અ.હેડકો . રાકેશકુમાર તથા અ.હેડકો . ધર્મપાલસિંહ તથા અ.હેડકો . ઋતુરાજસિંહ તથા પો.કો. અમરાભાઇ નાઓ નડીયાદ ડીવીઝન ખાતે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.અમરાભાઇ નાઓને મળેલ બાતમી આધારે સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલા નંબર જીજે – ૦૧ – એફટી -૭૦૧૨ માં ડ્રાઇવર નરેશભાઇ ઉર્ફે નરીયો રામસીંગ ડાભી રહે ,અમદાવાદ ખાનપુર ઠાકોરવાસ મુળ રહે , અરાલ તા : કઠલાલ જ : ખેડા નાઓને પોતાના કન્જા ભોગવટાની ઉક્ત ગાડીમાં પ્લાસ્ટીકના મીણીયાના થેલાઓમાં ભરેલ કુલ્લે ૫૫૦ લીટર દેશી દારૂ જેની કિં.રૂ .૧૧,૦૦૦ / – તથા રોકડા રૂ .૨૦૦ / – તથા મોબાઇલ ફોન કિં.રૂ .૫૦૦૦ / – તથા બોલેરો પીકઅપ ડાલું કિં.રૂ .૨,૦૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ .૨,૧૬,૨૦૦ / -નો મુદ્દામાલ સાથે વગર પાસ પરમીટે મળી આવતા ઝડપી પાડી સદર ઇસમ વિરૂદ્ધ માતર પો.સ્ટે . દેશી દારૂનો ગણનાપાત્ર ગુનો રજી . કરેલ છે. .(તસવીર સાજીદ સૈયદ નડિયાદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.