Western Times News

Latest News from Gujarat

રાજ્યમાં ૨૧મી સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખૂલેઃ કેબિનેટમાં લેવાયેલો નિર્ણય

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનાં કેસો ચિંતાજનક રીતે વધવા લાગતાં સરકાર એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને દેશનું ભવિષ્ય ગણાતાં વિદ્યાર્થીઓ કોરોનામાં ન સપડાય તે માટે સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારો ઉપર નિર્ણય લેવાની સત્તા આપી હતી.

રાજ્ય સરકારની કેબિનેટની આજે બેઠક મળી હતી. અને તેમાં કોરોનાને લઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા થયા બાદ ૨૧મી સપ્ટે.થી શાળાઓ ખોલવાની વાત હતી. પરંતુ શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં ૧૫ દિવસથી રાજ્યમાં સતત ૧૩૦૦થી વધુ કોરોનાનાં કેસો નોંધાઈ રહ્યાં છે. જેનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.