Western Times News

Gujarati News

2022થી પહેલા કોરોનાની રસી નહીં મળે: WHOના પૂર્વ વૈજ્ઞાનિક

જીનીવા, કોરોના વાઇરસનો માર સહન કરતા દુનિયાન સાત મહિનાથી લાંબો સમય વીતી ગયો છે. હજુ પણ તે કહી શકાય તેમ નથી કે આ જીવલેણ બીમારીથી દુનિયાને ક્યારે છુટકારો મળશે. કોરોના વાઇરસની પ્રભાવશાળી વેક્સીનની પહેલ અંતર્ગત અલગ અલગ દેશમાં ન્યાય સંગત રીતે રસી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે આવતા વર્ષની મધ્ય સુધીમાં કરોડો ડોઝ તૈયાર કરવા પડશે. એટલે કે ડબલ્યુએચઓ સાથે જોડાયેલા તમામ 170 દેશ કે અર્થયવસ્થા કંઇ ના કંઇ તો જરૂર મળશે.

દરમિયાન WHO ની ચીફ સાયન્ટિસ સૌમ્ય સ્વામીનાથનના એક નિવેદને લોકોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. મંગળવારના રોજ તેમણે કહ્યું કે સાન્ય જીવનમાં પાછા ફરવા માટે 2022 સુધીમાં જરૂરી માત્રામાં રસી મળવી મુશ્કેલ છે. હાલ તો પર્યાપ્ત માત્રામાં ડોઝ ઉપલબ્ધ છે. 2021ના અંત સુધીમાં વેક્સીન બે અબજ ડોઝ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવશે.

એવું લાગી રહ્યું કે જાન્યુઆરીમાં સમગ્ર દુનિયાને વેક્સીન મળી જશે અને જીવન ફરી પાટા પર ચડી જશે. ખરેખર એવું નથી થતું. 2021ની મધ્યમાં અમે વેક્સીન રોલઆઉટનું સાચુ મુલ્યાંકન કરીશું, કારણકે 2021ની શરૂઆતમાં આ રસીનું પરિણામ જોવા મળશે.

જોકે, ચીન રસી મામલે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રીવેન્સના વૂ ગિજેનએ મંગળવારના રોજ કહ્યું, નવેમ્બર-ડિસેમ્બર સુધી ચીનને સ્થાનિક રીતે રસી વિકસાવા માટેનો હક મળી જશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાર અઠવાડિયાની અંદર રસી આપવાનો દાવો કર્યો છે. રાજકીય દબાણમાં દવા કંપનીઓ પણ ઇમર્જન્સીમાં રસી ઉપયોગ કરવાનું લાઇસન્સ જારી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.