Western Times News

Latest News from Gujarat

જયા બચ્ચનના નિવેદન બાદ બચ્ચનના ઘરની સુરક્ષા વધારાઈ

નવીદિલ્હી, હોલીવુડ અભિનેતા અને સપા સાંસદ જયા બચ્ચનના સંસદમાં ડ્રગ્સ વિવાદ પર આપવામાં આવેલ નિવેદન બાદ મુંબઇમાં તેમના ઘરની બહાર એતિહાસિક રીતે સુરક્ષા વધારી દેવામાં આવી છે બોલીવુડમાં ડ્રગ્સ કનેકશનના મામલા પર જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે આ બોલીવુડ ઇડસ્ટ્રીની તસવીર ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ જુહુમાં આવેલ તેમના બંગલા જલસાની બહાર મુંબઇ પોલીસ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે એ યાદ રહે તે સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને એકટર રાજનેતા રવિકિશનને સોમવારે સંસદમાં આપેલ નિવેદન પર નિશાન સાધ્યું જયા બચ્ચનને કહ્યું હતું કે સોશલ મીડિયા પર ફિલ્મ ઇડસ્ટ્રીને બદનામ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા સોમવારે ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને કહ્યું હતું કે ડ્રગ્સની લતનો શિકાર બોલીવુડ પણ છે એ યાદ રહે કે સુશાંત સિંહ રાજપુત મામલાની તપાસમાં ડ્રગ્સનું એંગલ આવ્યા બાદ બોલીવુડમાં ડ્રગ્સની ચર્ચા તેજ થઇ ગઇ છે.  જયા બચ્ચને રાજયસભામાં ભાજપના સાંસદના નિવેદનને લઇ કેટલાક લોકોના કારણે તમે પુરી ઇન્ડસ્ટ્રીઝની તસવીર ખરાબ કરી શકો નહીં. મને કાલે ખુબ ખરાબ લાગ્યું જયારે લોકસભાના એક સભ્ય જે ખુદ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધ ધરાવે છે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બાબતમાં ખરાબ કહ્યું જે થાલીમાં ખાધુ તેમાં છેંદ કરે છે.HS