Western Times News

Gujarati News

કોરોના વકરતા રાજકીય પક્ષો, નેતાઓ અને જાહેર જનતાને હાઇકોર્ટની ફટકાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆએલ સદર્ભે અજે કોર્ટે મહત્તવ નિર્દેશ અાપી જાહેરમાં મેળાવડા કરતા રાજ્યકીય નેતા સરકારની ગાઈડલાઈનનુ પાલન ન કરતા નાગરિકોને ફટકાર લગાવી છે

રાજ્યમાં કોરોના મહામારીને લઈને થયેલી સુઓમુટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકીય પાર્ટીઓ અને જનતાને ફટકાર લગાવી કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા આદેશ કર્યા છે. રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર અને કોર્પોરેશનને કડક આદેશ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તમામ મોટા શહેરોના શહેરીજનો પાસે ગાઇડલાઇનનો કડકપણે અમલ કરાવો.

કોરોનાના કેસો પર કન્ટ્રોલ કરવા કડક પગલાં લેવા અને કોરોના મામલે બેદરકારી ન દાખવવા કહ્યું છે. અમદાવાદ શહેરમાં સાંજે પણ લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થતું નથી. સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરનાર શિક્ષિત લોકો જ હોય છે.

રાજકીય રેલીઓ અંગે પણ ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ રાજકીય પાર્ટીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે નાના મોટા દરેક રાજકીય લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરે. રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે માટે તેઓ ધ્યાન રાખે. નિયમો બધા જ માટે સરખા હોવાનું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. હાઇકોર્ટે રાજકીય પાર્ટીઓને ગાઇડલાઇનનું કડક પાલન કરવા માટે આદેશ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.