રેલ્વે સ્ટેશનમાંથી મશીનરીની ચોરી કરી મજુર ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, સારંગપુર રોડ રેલ્વે સ્ટેશન ખાતે ગેજ પરીવર્તનનું કાર્ય ચાલે છે જયાંથી એક પેટા કોન્ટ્રાકટરનો મજુર રૂપિયા પ.૩૦ લાખની મશીનરી ચોરી જતાં સાબરમતી રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે હાલમાં ગાંગડ રેલવે સ્ટેશનથી બોટાદ રેલવે સ્ટેશન સુધીનું ગેજ પરીવર્તનનું કામ ચાલે છે જેનો કોન્ટ્રાકટ મોન્ટેકાર્બો નામની કંપનીને મળ્યો છે. આ રૂટમાં આવતા વેલ્ડીંગનું કોન્ટ્રાકટ આનંદ મિશ્રાને આપેલો છે જેમના ત્યાં આવતા સહદેવ કૃપાલસિંહ (યુપી) કામ કરતો હતો. લોકડાઉનમાં વતન ગયેલો સહદેવ જુલાઈમાં પરત ફરીને બે દિવસ કામ કર્યા બાદ સારંગપુર રેલવે સ્ટેશનમાં રાખેલી રૂપિયા પ.૩૦ લાખની મશીનરી ચોરી ગયો હતો જે અંગેની ફરીયાદ સાબરમતી રેલ્વે સ્ટેશનમાં નોંધાઈ છે.