Western Times News

Latest News from Gujarat

અમદાવાદ જિલ્લામાં સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કૃષિની યોજનાઓનું ઈ-લોકાર્પણ

પ્રતિકાત્મક

પ્રાકૃતિક કૃષિની યોજનાઓનું મુખ્યમંત્રીશ્રી ઈ-લોકાર્પણ કરશે
અમદાવાદ જિલ્લામાં ધોળકા,સાણંદ અને માંડલમાં યોજાનારા કાર્યક્રમમાં ખેડૂત લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરાશે
રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ ખેડૂતોને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબોને સહાય વિતરણનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ધોળકા, સાણંદ અને બાવળા તાલુકા ખાતે યોજાશે. આ ઈ-લોકાર્પણ કાર્યક્રમને માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી સંબોધશે.

અમદાવાદ જિલ્લાના સાણંદના નગરપાલિકા હોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત દસક્રોઈ અને સાણંદના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.ધોળકા ખાતે લેઉઆ પટેલ સમાજવાડી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરીયા અને અમદાવાદ પશ્ચિમના સંસદસભ્યશ્રી ડો.કિરીટભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.

અમદાવાદ જિલ્લાના માંડલમાં ઉમિયા વાડી ખાતે ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતિબેન પંડ્યાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં ત્રણ તાલુકાના ક્લસ્ટર બનાવી ત્રણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.