અમદાવાદમાં વેપારી ૨૦ લાખની હનીટ્રેપમાં ફસાયો
પ્રતિકાત્મક
અમદાવાદ: શહેરમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને યુવતી સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં યુવતીએ તેનું ટોપ ઉતાર્યું ને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયાને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. ફ્લેટમાં ધસી આવેલામાંથી એક તો નકલી પોલીસ બનીને આવ્યો હતો અને તે પણ અસલી ડ્રેસમાં આવ્યો હતો.
Click on logo to read epaper English |
Click on logo to read epaper Gujrati |
જોકે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી સેટેલાઇટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ ગેંગે ૨૦ લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો. ત્યારે વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો. જોકે આ કેસમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. બનાવ પહેલાં બન્યો હતો પણ આનંદનગર પોલીસે નકલી પોલીસ પકડયા બાદ સેટેલાઇટ પોલીસે વેપારીને બોલાવી ફરિયાદ નોંધી છે.બોપલ આંબલી રોડ પર રહેતા ૪૧ વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે.
અગિયારેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા જોકે ચારેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. વેપારીએ તાજેતરમાં જ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં તેઓને યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.
મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પરના ખેતલાઆપા ટી સ્ટોલ પર મલ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી ગોતા ખાતે તેના ફ્લેટમાં લઈ ગઈ હતી.
ત્યાં પહોચી વાતો કર્યા બાદ યુવતીએ પોતાનું ટોપ ઉતાર્યું ને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું હતું. તે જ સમયે ત્યાં ત્રણેક લોકો ઘુસી આવ્યા ને યુવતી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ યુવતીને લઈને નીકળી ગયો હતો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતા માં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. બાદમાં ૫૦ લાખની માંગણી કરી અંતે ૨૦ લાખમાં ડિલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. જોકે આ બધું પૂર્ણ થયા બાદ વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયા એટેક આવ્યો હતો.

Click on logo to read epaper English