ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો સરદાર બ્રિજ બિસ્માર બનતા ખાડાઓથી વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિકજામ
૩૦ થી વધુ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગતા ૧૫ થી વધુ કલાકો સુધી લોકો ટ્રાફિકજામમાં અટવાતા વાહનચાલકોમાં રોષ- ટોલટેક્ષ બચાવવા લોકોએ ગોલ્ડન બ્રિજની (Golden Bridge) વાટ પકડતા ગોલ્ડન બ્રિજ પણ જામ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, (Bharuch) ભરૂચ જીલ્લામાં બે દિવસ થી વરસી રહેલા સતત વરસાદના પગલે જુનાસરદાર બ્રિજ ઉપર મોટા ખાડાઓ પડતા બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો પોતાનુંવાહન ધીમી ગતિએ હંકારતા હોવાના પગલે જુના સરદાર બ્રિજ થી ૩૦ થી વધુ કિલોમીટ સુધી સતત ૨૪ કલાક થી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા સૌરાષ્ટ તરફ થી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકો અટવાતા ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથીમુશળધાર વરસાદ વરસ્યો હતો.જેમાં ૨૪ કલાક માં ભરૂચમાં ૩ અને અંકલેશ્વરમાં ૬ઈંચ વરસાદ વરસતા ભરૂચ અને અંકલેશ્વરના તમામ માર્ગો સહિત નેશનલ હાઈવેને માર્ગો ધોવાઈ જતા માર્ગો બિસ્માર બન્યા હતા.
જેનાપગલે નર્મદા નદી ઉપર ભરૂચ – અંકલેશ્વરને જોડતો જુનો અંદાજીત ૨ કિલોમીટરનો સરદાર બ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા મોટા ખાડાઓ પડતા સૌરાષ્ટ અને મધ્ય ગુજરાતતરફ થી આવતા હજારો વાહનોની ગતિ ધીમી થતા જુના સરદાર બ્રિજથી ૩૦થી વધુ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગતા અંદાજીત ૫ હજાર વાહનો ટ્રાફિકજામમાં અટવાયા હતા.
તો જુના સરદાર બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો પાસે થી મુલદ ટોલટેક્ષના સંચાલકો દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાના કારણે ત્યાં પણ વાહનોનો ખડકલો જામ્યો હતો.સતત ૨૪કલાકથી લોકો ટ્રાફિકજામમાં અટવાયા હોવા છતાં પણ ટોલટેક્ષ વસુલવામાં આવતા વાહનચાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.ટ્રાફિકજામમાં અટવાયેલા સૌરાષ્ટ,ભાવનગર,રાજકોટ સહીતનાજીલ્લાઓ માંથી દક્ષિણ ગુજરાત તરફ જઈ રહેલી મોટી સંખ્યામાં લકઝરી બસો ટ્રાફિકજામમાં અટવાતા મુસાફરો પણ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.તો માલવાહક વાહનો પણ ટ્રાફિકજામ માં અટવાતા સમયસર વાહનો ન પહોંચતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વાળો આવી રહ્યો છે.તો ટ્રાફિકજામ ના પગલે હજારો લીટર ઈંધણનું નુકશાન થવા પામ્યું છે.
વાહન ચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ટ્રાફિકજામ માં ૫ કલાક થી વધુ ઉભા રહેવું પડતું હોય તો ટોલટેક્ષ ચૂકવવાનો હોતોનથી.પરંતુ બિસ્માર માર્ગ ના કારણે ૨૪ કલાક થી લોકો ટ્રાફિકજામ માં અટવાયેલા હોવાછતાં પણ વાહન ચાલકો પાસે થી ટોલટેક્ષ વસુલવામાં આવતા વાહન ચાલકો માં આક્રોશ ફાટીનીકળ્યો હતો.ત્યારે હવે જુના સરદાર બ્રિજ ઉપર પડેલા ગાબડાઓ ને વહેલી ટકે પુરવામાંઆવે તેવી વાહન ચાલકો માંગ ઉઠાવી રહ્યા છે.