Western Times News

Gujarati News

ભારતમાં ફરીથી સામે આવ્યું કોરોના વાયરસનું સંક્રમણ

Files Photo

નવીદિલ્હી, કોરોના વાયરસથી રિકવર થયેલા મુંબઇના ચાર આરોગ્ય વર્કસને ફરીથી કોરોનાનું રી ઇન્ફેકશન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જિ લેંસેટના મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ચાર લોકોને પહેલા કરતાં કોરોના સંક્રમણ આ વખતે વધારે ગંભીર સ્થિતિમાં જાેવા મળ્યુ છે. રિપોર્ટ અનુસાર ચાર રી ઇન્ફેકેટેડ દર્દીઓમાંથી ત્રણ ડોકટર્સ બીએમસીના નાયર હોસ્પિટલના છે એક હેલ્થકેર વર્કર હિંદુજા હોસ્પિટલનો છે આ સ્ટડી ૨ હોસ્પિટલની સાથે ઇન્સિટયુટ ઓફ જિનોમિકસ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી દિલ્હીએ કર્યો છે. અહીં જીનોમમાં ૩૯ મ્યુટેશન મળ્યા હતાં.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર હેલ્થ વર્કસ ફરીથી સંક્રમિત થયા છે તેઓમાં પહેલા કરતાં વધારે સંક્રમણ જાેવા મળ્યુ છે તેમની સ્થિતિ ઘણી નાજુક જાેવા મળી છે ફ્રંટ લાઇન હેલ્થ વર્કસ સતત એસએઆરએસ સીઓવી ૨ના સંપર્કમાં રહે છે અને તેમને ફરીથી ઇન્ફેકશનનો ખતરો પણ વધારે રહે છે. ટેસ્ટના આધારે રી ઇન્ફેકશનને કન્ફર્મ કરી શકાતુ નથી વાયર આઇસોલેટ્‌સના જીનોમ સિકવેન્સિંગથી જ રી ઇન્ફેકેશનની જાણકારી મળી શકે છે. કોરોના ઇન્ફેકશન પહેલીવાર વિના લક્ષણ કે ઓછા લક્ષણવાળુ હોય છે જયારે ફરીવારની સ્થિતિ ગંભીર હોય છે આ તમામ હેલ્થ વર્કસની અત્યારે સારવાર ચાલી રહી છે એ યાદ રહે કે તેમને શ્વાસ સાથે જાેડાયેલી તકલીફ નથી ન તો તેમની ઉંમર ઓછી હોવાના કારણે આવું થયું છે.

રી ઇન્ફેકશનની કેસ આ સમયે આખી દુનિયામાં જાેવા મળી રહ્યાં છે મહિનાની શરૂઆતમાં હોંગકોકમાં જાેવા મળ્યા ભારતમાં પણ હવે તેનો કહેર જાેવા મળી રહ્યો છે જે લોકોને કોરોના સરળતાથી સંક્રમિત થયા છે તેમાં સ્પાઇક પ્રોટીન જાણીતુ છે ડી૬૧૪જી મ્યુટેશનનથી લોકોમાં વધારે ઇન્ફેકશન ફેલાય છે ચાર લોકોમાં પણ પહેલીવાર એક સાથે ગંભીર સંક્રમણ જાેવા મળ્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.