Western Times News

Gujarati News

નૉનવુવન ટેક વર્ચ્યુઅલ એક્સપો 19 થી 25 ઓકટોબર દરમ્યાન યોજાશે    

દુનિયાભરમાંથી ઉત્પાદકો અને ગ્રાહકો આ વર્ચ્યુઅલ એક્સપોમાં ભાગ લેશે

અમદાવાદ:  નૉનવુવન્સ અને હાઈજીન ટેકનોલોજી અંગેને ગ્લોબલ વર્ચ્યુઅલ  એક્સપો, નોનવુવન ટેક એક્સપો તા. 19થી 25 ઓકટોબર દરમ્યાન યોજાઈ રહ્યો છે. આ એક્સપોનો ઉદ્દેશ  ડિજિટલ કલ્ચર મારફતે  નૉનવુવન ઉદ્યોગ માટે રૂપાંતર વડે ન્યૂ નોર્મલમાં પ્રવેશવા માટેના રોડમેપનું નિર્માણ કરવાનો છે.

કોવિડ-19 મહામારીની દુનિયાભરના વિવિધ બિઝનેસ ઉપર માઠી અસર થઈ છે અને તેને કારણે અનેક કંપનીઓની બિઝનેસનુ સંચાલન  કરવાની તરાહ બદલાઈ ગઈ છે. વિવિધ બિઝનેસ જ્યારે કોવિડ-19 પછીની સ્થિતિમાં  પ્રવેશ્યા છે ત્યારે  અગાઉ જે રીતે કામ થતુ હતુ અને ભવિષ્યમાં સફળ થવા માટે શું કરવુ જોઈએ.

તેની વચ્ચે સમતુલા જાળવવા પ્રયાસ થઈ રહ્યા છે. રેડીકલ કમ્યુનિકેશન સ્થાપક-ડિરેકટર શ્રી સાન્યાલ દેસાઈ જણાવે છે કે “કોવિડ-19ના કારણે જે કટોકટી ઉભી થઈ તેના પ્રતિભાવ તરીકે અને ડિજિટલ  યુગમાં સફળ થવા માટે  અમે નૉનવુવન ટેક 2020ના નામે નૉનવુવન્સ અને હાઈજીન ટેકનોલોજી અંગે ગ્લોબલ વર્ચ્યુઅલ એક્સપો યોજવાની જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. એમાં દુનિયાભરમાંથી ઉત્પાદકો અને ગ્રાહકો વરચ્યુઅલી સામેલ થશે તેવી અપેક્ષા છે.”

આગામી વર્ચ્યુઅલ પ્રદર્શન,  પ્રદર્શકો અને મુલાકાતીઓને એક રોમાંચક ડિજિટલ અનુભવ પૂરો પાડશે તેમ તેમણે જણાવ્યુ હતું. નૉનવુવન ફેડરેશન ઓફ ઈન્ડીયા આશરે 3,000 નૉનવુવન ઉત્પાદકોનુ  પ્રતિનિધિત્વ ધરાવે છે. આ એકસપોમાં મેડિકલ, હાઈજીન, પેકેજીંગ, પ્રોટેકટીવ, ખેતી, જીયો ટેકસ્ટાઈલ, ફીલ્ટરેશન, ઓટોમોબાઈલ્સ  અને અન્ય ઉદ્યોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
નૉનવુવન ફેડરેશન ઓફ ઈન્ડીયાના પ્રેસિડેન્ટ શ્રી સુરેશ પટેલ જણાવે છે કે “નૉનવુવન સેક્ટર ઔદ્યોગિક અને પ્રોટેક્ટિવ ગીયર તરીકે  વ્યાપક  ઉપયોગીતા ધરાવે છે અને મહામારીના સમયમાં તે સાચા આર્થમાં સંરક્ષક પૂરવાર થયુ છે. કોરોના વાયરસના જોખમને  કારણે ભૌતિક રીતે એકત્ર થવુ સલાહભર્યુ નથી ત્યારે અમે રેડિકલ કોમ્યુનિકેશન્સ સાથે મળીને  અમે વરચ્યુઅલ એક્સપોનુ આયોજન કર્યુ છે. અમને વિશ્વાસ છે કે અમને ઘણો સારો પ્રતિભાવ મળશે અને નૉનવુવન ઉદ્યોગને  ભારે વેગ મળશે.”

નોનવુવન ટેક એક્સપો તા. 19થી 25 ઓકટોબર દરમ્યાન વૈશ્વિક સ્તરે યોજાઈ રહ્યો છે. દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ઉત્પાદકો  ફીલ્ટર અને સેપરેશન, પેકેજીંગ ઉદ્યોગ, મેડિકલ, હેલ્થ અને પર્સનલ કેર સેકટર નોનવુવન કનવર્ટર્સ, લેન્ડફીલ ટેક્સટાઈલ, રસાયણ ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર, ટેકસ્ટાઈલ અને એપરલ્સ  ઈન્ડસ્ટ્રી વગેરેના ગ્રાહકો આ એક્સપોમાં હાજરી આપશે તેવી અપેક્ષા છે. નોનવુવન મશીનરીના કેટલાક ઉત્પાદકો પણ  આ એક્સપોમાં  સામેલ થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.