Western Times News

Latest News from Gujarat

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોરોના બાદ ડેન્ગ્યુ થયો

નવીદિલ્હી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મેકસ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં તો હવે એલએનજેપી હોસ્પિટલથી મેકસ સાંકેત શિફટ કરવામાં આવ્યા છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ૧૪ સપ્ટેમ્બરે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં ત્યારબાદ તેમણે ખુદને ઘરમાં આઇસોલેટ કરી લીધા તેના એક દિવસ બાદ તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા બાદ લોકનાયક જયપ્રકાશ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હવે સિસોદિયાને ડેન્ગ્યુ પણ થઇ ગયો છે ડેન્ગ્યુ થવાની સાથે તેમને પ્લેટલેટ્‌સ સતત ઘટી રહ્યાં છે આરોગ્ય સતત ખરાબ થવાને કારણે સિસોદિયાને હવે મેકસ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે જયાં ડોકટરોની ટીમની દેખરેખમાં સિસોદિયા સારવાર કરાવી રહ્યાં છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers