Western Times News

Gujarati News

પોલીસ કસ્ટડી માંથી ફરાર ખૂંખાર આરોપીને પકડવા ગયેલી ભરૂચ પોલીસ પર હુમલો

નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ  : હથિયારો સાથે પકડાયેલો રાહુલ ખંડેલવાલ આ સામે વધુ એક નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ. : હોટલમાં આરોપીને પકડવા ગયેલી એલસીબી પોલીસ પોલીસ પર જીવલેણ હુમલો કરતા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં હથિયારો સાથે ઝડપાયેલા ખૂંખાર આરોપી કસ્ટડી માંથી ટોયલેટ ના બહાને બહાર નીકળી પોલીસ કર્મીને ધક્કો મારી ફરાર થઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પરંતુ આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપી હુમલો કરતા ભરૂચ નબીપુર પોલીસ મથકમાં પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આઠ દિવસ પહેલા ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી ફોરવીલ ગાડી માંથી હથિયારો સાથે ચાલક રાહુલ સિંહ નાનકસિંહ ખંડેલવાલની ધરપકડ કરી આ દિવસ સુધી રિમાન્ડ પર હતો.તે દરમ્યાન સી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં મુકવામાં આવતા કસ્ટડીના બાથરૂમમાં પાણી ન આવતું હોવાનું જણાવી ટોયલેટના બહાને બહાર નીકળતા પોલીસને ધક્કો મારી આરોપી રાહુલસિંહ ખંડેલવાલ ભાગી જવામાં સફળ રહ્યો હતો જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ નેશનલ હાઈવે ઉપર ની એક હોટલમાં હોવાની માહિતી મળતા ભરૂચ એલ.સી.બી પોલીસે તેને પકડવા ગઈ હતી.

તે દરમ્યાન આરોપી રાહુલસિંહ ખંડેલવાલ પકડવા જતા એલસીબી પોલીસના મહિપાલસિંહ ઉપર આરોપીએ હુમલો કરી તેનું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને પોલીસ કર્મીઓને બીભત્સ ગાળો ભાંડી હતી.જોકે પોલીસે પણ હિંમતભેર ખૂંખાર આરોપીને દબોચી લીધો હતો.પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુના એકટ મુજબ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ખૂંખાર આરોપી રાહુલસિંહ ખંડેલવાલ આઈપીસી ની કલમ ૩૦૭,૩૫૩,૩૩૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.