Western Times News

Gujarati News

આમિર ખાન બન્યાં સિએટનાં બ્રાન્ડ એમ્બેસેડર

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૦ – ભારતના અગ્રણી ટાયર ઉત્પાદક, સિએટ ટાયર્સે બે વર્ષ માટે બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે.ઇન્ટીગ્રેડેટ માર્કેટિંગ કેમ્પેઇનના ભાગ રૂપે, આમિર ખાન આઈપીએલ ૨૦૨૦ દરમિયાન બે કમર્શિયલ્સમાં સિએટની સિક્યુરાડ્રાઇવ રેન્જની પ્રીમિયમ કાર ટાયરને પ્રોત્સાહન આપશે.

પ્રથમ એડ આઈપીએલની શરૂઆતમાં પ્રસારિત કરવામાં આવશે અને તેને ઓનલાઇન અને ઓફલાઇન બંને જુદા જુદા મીડિયા પ્લેટફોર્મ પર રોલ આઉટ / પ્રમોટ કરવામાં આવશે.‘ડોન્ટ બી એ ડમી’ થીમ પર આધારિત આ કેમ્પેઇન ઉચ્ચ ગુણવત્તાવાળા ટાયરના ઉપયોગ પર ભાર મૂકે છે જે કોઈપણ પ્રકારની ડ્રાઇવિંગ સ્થિતિમાં સંપૂર્ણ સલામતી પૂરી પાડે છે.

આ અવસર પર સિએટ ટાયર્સ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર, શ્રી અમિત તોલાનીએ જણાવ્યું હતું કે, “સિએટ એ હંમેશાથી, “આવાગમનને દરેક દિવસ પેહલાથી વધારે સુરક્ષિત અને પહેલાથી વધારે શ્રેષ્ઠ બનવવાના” દ્રષ્ટિકોણ પર વિશ્વાસ કર્યો છે. પ્રીમિયમ સેડાન અને કોમ્પેક્ટ એસયુવી ટાયરોની રેન્જ માટે મારા નવા કેમ્પેનના લોન્ચમાં આ ભાવના સ્પષ્ટ રીતે દેખાય છે.

આ કેમ્પેન પાછળનો વિચાર, જો કે કોઈપણ “ડમી” ટાયરનો ઉપયોગ કરવા સિવાય ભરોસાપાત્ર, વિશ્વસનીય અને ટકાઉ ટાયરોનો ઉપયોગના મહત્વને ઉજાગર કરવાનો છે. આ કેમ્પેનમાં આમિર ખાનના સામેલ થવાથી અમને ખૂબ ખુશી થઇ રહી છે, કારણકે તેઓ સિએટના પાયાના મૂલ્યો, એટલે કે, ઈમાનદારી, જૂનું, પરફેક્શન અને ઈનોવેશનને સંપૂર્ણ રીતે દર્શાવે છે.

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, પોતાના સેગ્મેન્ટના સૌથી સારા ટાયરોમાંથી એક તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સર્વશ્રેષ્ઠ અભિનેતામાંથી એક વચ્ચેનું આ ગઠબંધન સફળ સાબિત થશે. આઈપીએલ અમને પોતાના ગ્રાહકો સાથે જોડાવાનો શ્રેષ્ઠ અવસર પ્રદાન કરે છે, કારણકે ભારતમાં આને મોટા પાયે જોવામાં આવે છે અને આ કાર્યક્રમના દર્શકોની સંખ્યા પણ ખૂબ વધારે છે.”

બોલીવુડ અભિનેતા આમિર ખાને જણાવ્યું હતું કે, “ભારતના સૌથી સમ્માનિત બ્રાન્ડોમાંથી એક સાથે જોડાવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. જ્યારે આ કેમ્પેન માટે સિએટ તરફથી મારા સાથે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે મને તેમની સ્ક્રીપ્ટ ખૂબ પસંદ આવી અને મેં જલ્દીથી જ તેમના આ વિચાર સાથે લગાવ મહેસૂસ કર્યો. એક ડમીનું કેરેક્ટર નિભાવવું મારા માટે બિલકુલ યુનિક અનુભવ હતો, અને મેં શૂટિંગનો સંપૂર્ણ આનંદ લીધો. મને સંપૂર્ણ આશા છે કે સિએટ ટાયર્સ સાથે મારો આવનાર સફર ખૂબ જ રોમાંચક હશે.”

O&Mના ગ્રુપ ક્રોએટિવ ડાયરેક્ટર, શ્રી રોહિત દુબેએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે, સિએટ હંમેશાં તેના ટાયરની જાહેરાતને એક ઉત્તમ ધોરણે લેવાનો પ્રયત્ન કરે છે, તેથી જ્યારે આઈપીએલના ભારતના સૌથી મોટા શોમાં જાહેરાત કરવામાં આવી ત્યારે બ્રાન્ડે ફરી એક વાર પોતાના માટે એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો. અકસ્માતની સંભાવના અને ખૂબ જ મજેદાર અંદાજમાં સંભવિત પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી એ સિએટની જાહેરાતોની ઓળખાણ બની ગયું છે અને આ અમને આમિર ખાન સાથે સહયોગ માટે પ્રોત્સાહિત કરે છે.

તેમની સાથે અમારી જાહેરાતમાં અમે શું નવીનતા લાવી શકીએ છીએ, તે અમારા માટે સૌથી મોટી મુશ્કેલી હતી. અને “ક્રેશ ટેસ્ટ ડમી વળી આ યુનિક જાહેરાત” આનું જ પરિણામ છે. અમને કોવિડ- ૧૯ના સમયગાળામાં પ્રોડક્શન સાથે જોડાયેલ વાસ્તવિકતા સ્થિતિ વિશે જાણ છે,

અમે સસ્ક્રિપટને એ પ્રમાણે તૈયાર કરી જેમાં ભીડવાળા કોઈ સીનની જરૂરિયાત ના હોય, અમે અમે આ જ સ્થિતિમાં જાહેરાતનું નિર્માણ કર્યું છે. અમને આશા છે કે “વાત સેફટીની છે, ડોન્ટ બી ડમી” વળી વાત ગ્રાહકોના હૃદયને સ્પર્શી જશે, અને આઈપીએલ સ્પોટમાં આ જાહેરાત સૌથી અલગ નજરે પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.